(GNS),06
બનાસકાંઠામાં થયેલી 10 કિલો સોનાની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. ગઈકાલે રાતના સમયે લૂંટથી જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. અને પોલીસની મહેનતે કલાકોમાં જ આરોપીઓને પકડી પાડ્યા છે. પાંચ લૂંટારુંઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ટેકનિકલ સર્વેલન્સ અને CCTVની મદદથી ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. બનાસકાંઠામાંથી 6 કરોડની લૂંટ કરી આરોપીઓ પાટણ ભાગ્યા હતા. અને પાટણ પોલીસે પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા છે. મહત્વનું છે કે, પાલનપુર-ડીસા હાઈવે પર ચડોતર નજીક અમદાવાદના વેપારી સાથે કરોડોની લૂંટની ઘટના બની હતી. 10 કિલો સોનાની અંદાજે છ કરોડની લૂંટ થઈ હતી. અમદાવાદના જ્વેલર્સના વેપારી સાથે લૂંટની ઘટના બની હતી. તેઓ સોનું લઈને ગઢ ગામે જતા હતા. આ દરમિયાન બુકાનીધારીઓએ ચડોતર બ્રિજ નજીક કાર રોકાવી હતી. અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ DySP, PI, PSI સહિત LCB, SOG અને ગઢ પોલીસ સાથે મળી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવાઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટારુંઓને પકડી પાડ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.