(જી.એન.એસ) તા.૯
બનાસકાંઠા,
બનાસકાંઠાના ધારાસભ્ય પ્રવીણ માળીએ અનોખો ચીલો ચાતર્યો હતો. પ્રવીણ માળી બહેનનું મામેરું બળદગાડામાં લઈ ગયા હતા. તેમણે ડીસામાં બળદગાડામા મામેરું કાઢ્યું હતું. જૂની પરંપરા મુજબ બળદગાડામાં મામેરું લઈને ગયા હતા. બનાસકાંઠાના ધારાસભ્ય (MLA) પ્રવીણ માળી એ અનોખો ચીલો ચાતર્યો હતો. પ્રવીણ માળી બહેનનું મામેરું બળદગાડામાં લઈ ગયા હતા. તેમણે ડીસામાં બળદગાડામા મામેરું કાઢ્યું હતું. જૂની પરંપરા મુજબ બળદગાડામાં મામેરું લઈને ગયા હતા. સામાન્ય રીતે ધારાસભ્યની બહેનના લગ્ન હોય ત્યારે એકદમ ઝાકઝમાળભર્યા અને એકદમ વૈભવી લગ્ન જોવા મળતાં હોય છે, પરંતુ અહીં તો બધું જ તેનાથી વિપરીત હતું. આ જોઈને એમ જ લાગે ગાંધીજીના સિદ્ધાંતો તેમણે અપનાવી લીધા છે. આ અંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે લોકો લગ્નમાં અવનવું બધું જ કરતાં હોય છે, પરંતુ પરંપરાનું પાલન જ કરતાં નથી. મને આશા છે કે મારામાંથી પ્રેરણા લઈને લોકો બીજું બધુ કરવાની સાથે-સાથે પરંપરાનું પાલન કરશે. લગ્નો આધુનિક રીતે આધુનિક સમય મુજબ થાય તે જરૂરી છે, પરંતુ તેની સાથે-સાથે પરંપરાની જાળવણી પણ તેટલી જ આવશ્યક છે. પરંપરા વગર કોઈપણ સંસ્થા અધૂરી છે. સમય વીતવાની સાથે પરંપરાઓનું સ્વરૂપ બદલાય છે, પરંતુ તેનું હાર્દ તો એ જ રહે છે. તેથી મારી ઇચ્છા છે કે નવી પેઢી પણ આપણી ગ્રામીણ પરંપરાને અપનાવે. તે સામાજિક વ્યવહારોના સંદર્ભમાં તેને જીવિત રાખે. સમય સાથે પરિવર્તન જરૂરી છે, પણ જે બાબતથી કોઈ નુકસાન પહોંચતું ન હોય તેને કરવામાં કોઈને વાંધો હોવો જોઈએ નહીં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.