Home ગુજરાત બધા નિયમોનું પાલન જનતાએ કરવાનું, ભાજપના નેતાઓ સરકારી જમાઇ…!?

બધા નિયમોનું પાલન જનતાએ કરવાનું, ભાજપના નેતાઓ સરકારી જમાઇ…!?

487
0
એક ટીવી પત્રકારને પોઝીટીવ આવતાં મેયર, તેમના પતિ અને અન્યોને હોમ કોરોન્ટાઇનમાં મૂકવામાં આવ્યાં છે…પરંતુ,
મેયર રીટા પટેલના પતિ કેતન પટેલ નિયમ તોડીને જાહેરમાં માસ્કનું વિતરણ કરવા નિકળ્યા….!
ભાજપના કોઇ ધારાસભ્ય જાહેરમાં થૂંકે. છે..તો કોઇ નિયમ તોડીને પ્રસિધ્ધિ મેળવવા બહાર નિકળે છે….
સરકાર અને તંત્ર દ્વારા નિયમતોડુ કેતન પટેલ સામે પગલા ભરશે…?

(જી.એન.એસ.) ગાંધીનગર, તા. 4
કોરોના મહામારીમાં રેડ ઝોન જાહેર કરાયેલા પાટનગર ગાંધીનગરમાં કોરોનાને વધુ ફેલાતો રોકવા તંત્ર દ્વારા અનેકવિધ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જાહેરમાં માસ્ક ફરજિયાત છે તેમ જેમને કોરોનામાં હોમ કોરોન્ટાઇનમાં મૂકવામાં આવ્યાં હોય તેમને ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ હોવા છતાં ગાંધીનગરના ભાજપના મેયર રીટાબેન પટેલના પતિ(મેયરપતિ) કેતન પટેલ હોમ કોરોન્ટાઇનના નિયમ તોડીને ઘરની બહાર નિકળીને પોતે કોરોનાના શંકાસ્પદ હોવા છતાં જાહેરમાં નિકળીને ભાજપના કાર્યકરની જેમ લોકોને માસ્કનું વિતરણ કરી રહ્યાં છે. એટલુ જ નહીં તેની સત્તાવાર પ્રેસનોટ પણ વિતરિત કરવામાં આવી છે…!
સૂત્રોએ કહ્યું કે તાજેતરમાં ભાજપના રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી રાહત રસોડામાં જાહેરમાં માવો ખાઇને થૂંકતા વિડિયોમાં દેખાયા હતા. પોતાની ભૂલ બહાર આવતાં તેમણે જાણે કે કોઇ નાની અમથી ભૂલ કરી હોય તેમ મોઢુ મચકોડીને નિયમ ભંગનો દંડ ભરી નાંખ્યો…હોવાનું જાહેર કર્યું હતું.
ગાંધીનગરમાં એક ખાનગી ગુજરાતી ટીવી ચેનલ પત્રકાર કોરોના વોરિયર વપુલ બાલ્દા કોરોના પોઝીટીવ જાહેર થતાં તેમના સંપર્કમાં આવેલા તમામને નિયમાનુસાર હોમ કોરોન્ટાઇનમાં રહેવા તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું. જેમાં મેયરના પતિ કેતન પટેલનો પણ સમાવેશ થાય છે. કેમ કે ટીવી ચેનલના પત્રકારે ગાંધીનગર સંસદિય મતવિસ્તારમાં ભઙાજપ દ્વારા ગરીબોને લોકડાઉનમાં રાશનની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવાના કાર્યક્રમનું લાઇવ કવરેજ કર્યું હતું. તેમણે મેયર રીટા પટેલનો પણ આ અંગે ઇન્ટરવ્યૂ કર્યો હતો. પરિણામે આ તમામને શંકાસ્પદ માનીને અને તેમના આરોગ્યની સુરક્ષા માટે તેમને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યાં હતા. તેમ છતાં કેતન પટેલ હોમ કોરોન્ટાઇનના નિયમનો ભંગ કરીને જાહેરમાં નિકળ્યા અને માસ્કનું વિતરણ કરીને તેમને પણ જોખમમાં મૂકવાનો પ્રયાસ કર્યો હોય તો નવાઇ નહીં. શું ભાજપના હોવાથી તેમને કોરોનાના નિયમો લાગૂ પડતા નથી..?કોઇ જાહેરમાં થૂંકે છે તો કોઇ હોમ કોરોન્ટાઇન નિયમ તોડીને બહાર ફરવા નિકળે છે. કદાજ તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એ વાક્ય યાદ નહીં હોય- જાન હૈ તો જહાન હૈ…. ભાજપના આ નેતાઓને ભલે પોતાના જાનની ચિંતા નહીં હોય પણ તેમના કૃત્યથી બીજાના જાનને જોખમ થાય છે તેનું શું…?!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆરોગ્યમંત્રીની જાણ બહાર તેમના “હિટલિસ્ટ”વાળા ડોક્ટરને નિમણૂંક અપાતા વિવાદ…!
Next articleGNS વિશેષઃ કોરોના મહામારીમાં અધિકારીઓ આગળ, મંત્રીઓ ક્યાંય જડતા જ નથી…આવું કેમ રૂપાણી સાહેબ…?