Home ગુજરાત બજારોમાં સ્વદેશી ડ્રોન અને હેલિકોપ્ટર ફટાકડાની ભારે ઉઠી માગ

બજારોમાં સ્વદેશી ડ્રોન અને હેલિકોપ્ટર ફટાકડાની ભારે ઉઠી માગ

37
0

પ્રકાશ પર્વ દીપાવલી પર્વને આડે માત્ર 10 દિવસો બાકી રહ્યા છે. બજારોમાં ધીરે-ધીરે ખરીદી શરૂ થઇ રહી છે. એમાં અંધકારમાં ધરતી અને આકાશમાં અજવાળાં પાથરતાં અને બાળકોથી અબાલવૃદ્ધોના સૌથી વધુ મનપસંદ એવા ફટાકડાની પણ લોકોએ ખરીદી શરૂ કરી દીધી છે. ત્યારે વડોદરા શહેર અને જિલ્લા સહિત આસપાસમાં આવેલા જિલ્લાના નાના-મોટા વેપારીઓ વેપાર કરવા માટે તેમજ દિવાળીમાં ફટાકડા ફોડવા માટે લોકો વડોદરા નજીક આવેલું દિવાળીપુરા ગામ જથ્થાબંધ ભાવમાં ફટાકડા ખરીદવા માટે પસંદ કરી રહ્યા છે. છેલ્લાં પાંચ-સાત વર્ષમાં દિવાળીપુરા ફટાકડા બજાર તરીકે મોટું હબ બની ગયું છે.

આ વખતે ફટાકડા બજારોમાં સ્વદેશી ફટાકડાએ સ્થાન જમાવ્યું છે અને તેમાં ચાઇનાના ડ્રેગન ફટાકડા સામે સ્વદેશી ડ્રોન ફટાકડાની ભારે માગ વધી છે. વડોદરા અને દિવાળીપુરાના ફટાકડા બજારના સૌથી મોટા વેપારી ઇસ્માઇલ કાપડવાલાએ જણાવ્યું હતું કે 1990થી અમે ફટાકડાના વેપાર સાથે સંકળાયેલા છે અને છેલ્લાં 10-12 વર્ષથી ડભોઇ જતા રસ્તામાં આવતા દિવાળીપુરા ગામ ખાતે અમે બારેમાસ ફટાકડાનો વ્યવસાય કરી રહ્યા છે. હાલમાં નાના-મોટા અને સીઝનલ ફટાકડાનો વ્યવસાય કરતા વેપારીઓ ફટાકડા ખરીદીને લઇ જઇ રહ્યા છે. એ સાથે મોટા જથ્થામાં ફટાકડા ખરીદતા, ફટાકડાના શોખીનો, દુકાનદારો, નાના-મોટા ફેક્ટરીના માલિકો દ્વારા પણ ફટાકડા ખરીદવાની શરૂઆત થઇ ગઇ છે.

આગામી સપ્તાહથી છૂટક ઘરાકી શરૂ થશે. દિવાળીપુરા ગામમાં 40 ઉપરાંત ફટાકડાની દુકાનો છે. વડોદરા શહેર-જિલ્લામાં દિવાળીપુરા ફટાકડા બજાર હબ બની ગયું છે. આ વખતે ફટાકડાબજારમાં માત્ર ને માત્ર મેઇડ ઇન ઇન્ડિયા બનાવટના જ ફટાકડા વેચાઇ રહ્યા છે. અત્યારસુધી ચાઇનાના ડ્રેગન ફટાકડાની માગ રહેતી હતી, પરંતુ આ વખતે સ્વદેશી ડ્રોન ફટાકડાની ભારે માગ છે. આ ઉપરાંત ફટાકડાબજારમાં ડબ્બા કોઠી, માટીની કોઠી, પીકોક, ફ્લેસ લાઇટ ફટાકડા જેવી વિવિધ પ્રકારની વેરાઇટીઓ છે. જોકે ગ્રાહકોને પ્રકાશ પર્વ દીપાવલી મનાવવા માટે 25થી 30 ટકાનો ભાવવધારો ચૂકવવો પડશે.

પેટ્રોલ, ડીઝલમાં તેમજ ફટાકડા બનાવવાનાં મટીરિયલ અને લેબરમાં ભાવવધારો થયો હોવાથી એમાં ભાવવધારો થયો છે.  ઇસ્માઇલ કાપડવાલા 40 વર્ષથી ફટાકડાનો વ્યવસાય કરે છે. આ વખતે ફટાકડાના ભાવોમાં 25થી 30 ટકાનો ભાવવધારો હોવા છતાં ધૂમ ખરીદી રહેશે એવી આશા છે, કારણ કે અત્યારથી જ નાના-મોટા વેપારીઓ દ્વારા ફટાકડાની ધૂમ ખરીદી કરી રહ્યા છે. ઉપરાંત દુકાનદારો અને કંપનીના માલિકો દ્વારા પણ દિવાળીના દિવસે ફટાકડા ફોડવા માટે મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. આ વખતે બજારમાં હેલિકોપ્ટર, ડ્રોન જેવા નવા ફટાકડા આવ્યા છે. આ ફટાકડાની ભારે માગ છે. દિવાળીપુરાના બજારમાં સ્વદેશી ફટાકડાનું જ વેચાણ થઇ રહ્યું છે.

ફટાકડામાં ભાવવધારો હોવા છતાં લોકો ફટાકડાની ધૂમ ખરીદી કરી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ આવી ગઇ હોવાથી લોકો મન મૂકીને ખરીદી કરતા હોય છે, જેમાં ફટાકડાનો પણ સમાવેશ થાય છે. દિવાળીપુરામાં જથ્થાબંધ ભાવે ફટાકડા મળવા સાથે એની ક્વોલિટી અને વેરાઇટી મળતી હોવાથી ફટાકડા ખરીદવા માટે આવું છું. આ વખતે ફટાકડાનું વેચાણ સારું રહેશે તેમ લાગી રહ્યું છે. હજુ દિવાળીને આડે દસ દિવસ જેટલો સમય બાકી હોવા છતાં લોકોએ ફટાકડાની ખરીદી શરૂ કરી દીધી છે. હું છેલ્લાં કેટલાંક વર્ષોથી દિવાળીપુરા ખાતે જ ફટાકડા લેવા માટે આવું છું. અહીં સસ્તા અને સારા ફટાકડા મળે છે.

આ વખતે ગત વર્ષની સરખામણીમાં ભાવવધારો છે. જોકે બાળકોના આનંદ માટે ફટાકડા ખરીદવા પડે છે. ભાવવધારાના કારણે ફટાકડાની ખરીદીના બજેટમાં કાપ મૂક્યો છે. આ વખતે મેં રૂપિયા 1500ના જ ફટાકડા ખરીદ્યા છે. દિવાળીપુરા ફટાકડાબજારનું હબ બની ગયું છે. વડોદરા શહેર-જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી નાના-મોટા વેપારીઓ ફટાકડા ખરીદવા માટે આવે છે. આ ઉપરાંત દિવાળીના પાંચ દિવસ પહેલાંથી છૂટક ગ્રાહકો પણ ફટાકડા ખરીદવા માટે આવતા હોય છે.

ડભોઇ જવાના મેઇન રોડથી ફટાકડાબજાર સુધીનો રસ્તો વર્ષોથી ખખડધજ થઇ ગયો છે, પરંતુ તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં આવતો નથી. એક તરફ વેપારીઓને મદદરૂપ થવાની વાતો કરે છે. બીજી બાજુ જે રસ્તા જેવી મળવાપાત્ર પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી.

દિવાળીપુરાના રસ્તા બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં સબંધિત વિભાગ દ્વારા રસ્તો બનાવવામાં આવતો નથી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field