પેરિસ ઓલિમ્પિકમાં જવાની આશાઓ પર પાણી ફરી વળ્યું
(જી.એન.એસ) તા. 5
ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાની પેરિસ ઓલિમ્પિકમાં જવાની આશાઓ પાણી ફરી વળ્યું. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના આ નિર્ણયથી બજરંગ પુનિયાની પેરિસ ઓલિમ્પિકમાં જવાના સપના પર ગ્રહણ લાગી ગયું છે. ટ્રિબ્યુને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના સત્તાવાર પત્રને ટાંકીને જણાવ્યું હતું કે બજરંગ પુનિયાએ 10 માર્ચે સોનીપતમાં આયોજિત પસંદગી ટ્રાયલમાં ડોપ ટેસ્ટ આપ્યો ન હતો. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બજરંગ પુનિયાને સોનીપતમાં યોજાયેલા ટ્રાયલ્સમાં રોહિત કુમાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે ત્રીજા અને ચોથા સ્થાનની મેચ માટે મેટ લીધી ન હતી. ડોપ કંટ્રોલ ઓફિસરે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે બજરંગ પુનિયાને તેના સમર્થકોએ ઘેરી લીધા હતા. બજરંગ સેમ્પલ આપ્યા વગર જ ત્યાંથી ચાલ્યો ગયો હતો. ભારતને હજુ સુધી 67 કિગ્રા વજન વર્ગમાં ઓલિમ્પિક ક્વોટા મળ્યો નથી. ક્વોટા મેળવવા માટે ટ્રાયલ જીતનાર સુજીત કલકલ 9 મેના રોજ વર્લ્ડ ક્વોલિફાયર્સમાં ભાગ લેશે.
બજરંગ પુનિયાએ થોડા સમય પહેલા એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના અધિકારીઓ તેમના સેમ્પલ લેવા માટે એક્સપાયર થયેલા સાધનોનો ઉપયોગ કરે છે. તેણે આરોપ લગાવ્યો હતો કે તેને ફસાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.