Home ગુજરાત બજરંગ દળનુ હુકમનામુ…! અન્ય ધર્મના લોકો ગરબાથી દૂર રહે

બજરંગ દળનુ હુકમનામુ…! અન્ય ધર્મના લોકો ગરબાથી દૂર રહે

425
0

(જી.એન.એસ.) ગાંધીનગર તા.૩૦/૦૯

 

ગુજરાતમા નવરાત્રી દરમિયાન ગરબા ઉજવણી કરવામાં આવે છે, અને લોકો આ તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરે છે, ખાસ વાત એ છે કે આ ગરબા નૃત્યમાં માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ અન્ય ધર્મોના લોકો પણ ભાગ લે છે. પરંતુ હવે આ લોકપ્રિય ગરબા નૃત્ય વિશે બજરંગ દળે એક ફરમાન બહાર પાડ્યું છે કે અન્ય ધર્મના લોકોએ ગરબાથી દૂર રહેવું જોઈએ.

ગુજરાતમાં બજરંગ દળે ગરબાને લઈને નવું ફરમાન બહાર પાડ્યું છે. બજરંગ દળે અન્ય ધર્મોના લોકોને ગરબા સ્થળથી દૂર રહેવા માટે જાહેરાત કરી છે. બજરંગ દળ ગાંધીનગરના પ્રમુખ શક્તિસિંહે જણાવયુ કે અન્ય ધર્મના લોકો હિન્દુ છોકરીઓને લવ જેહાદનો શિકાર બનાવે છે. તે નવરાત્રીના પવન પર્વમાં ભાગ લઈ હિન્દૂ છોકરીઓને ફસાવી લવ જેહાદ કરી ધર્મ પરિવર્તન કરવી લે છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ બજરંગ દળ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લવ જેહાદ થી બચવાની મુહિમ ચાલેવ છે.
ગરબા સ્થળે બજરંગ દળે ઘણા બેનરો લગાવ્યા છે…

અન્ય ધર્મોના લોકોને ગરબાથી દૂર રાખવા માટે બજરંગ દળના કાર્યકરોએ ગરબા સ્થળ, કોલેજ અને યુનિવર્સિટીની આસપાસ તેનાથી સંબંધિત ઘણાં બેનરો લગાવ્યાં છે. અને એ બેનર માં હેલ્પ લાઈન નંબર પણ દર્શાવેલ છે. જેનાથી ગમે તે હિન્દૂ છોકરી આ નંબર પર કોલ કરી મદદ માંગી શકશે. દર વર્ષે લગભગ ૪.૫ લાખ હિન્દૂ ધર્મની છોકરીઓ લવ જેહાદનો શિકાર બની જાય છે. અને ધર્મ પરિવર્તન કરી લે છે. ત્યારે આવા કિસ્સાઓ ઘણા જોવા મળ્યા છે જેને રોકવા બજરંગ દળે અન્ય ધર્મના લોકોને ગરબા સ્થળથી દૂર રહેવાની જાહેરાત કરી છે.

બજરંગ દળ ગાંધીનગરના પ્રમુખજ શક્તિસિંહ ઝાલાએ જણાવ્યું કે ગરબા, ગુજરાતનો પરંપરાગત નૃત્ય આખી દુનિયામાં પ્રખ્યાત છે અને રાજ્યની બહાર પણ અનેક જગ્યાએ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ગુજરાતમાં  અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર જેવા અનેક મોટા શહેરોમાં મોટા પાયે ગરબા યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે બજરંગ દળ ગરબાના સ્થળે જઈ હિન્દૂ ધર્મની છોકરીઓને સાવધાન કરશે.
અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોએ ગુજરાતના મોટી સંખ્યામાં મુસ્લિમો પણ ભાગ લે છે અને ઘણા વર્ષોથી પણ એક રિવાજ છે કે મુસ્લિમ સમાજના લોકો હિન્દુઓ સાથે ગરબામાં ભાગ લે છે અને નૃત્ય કરે છે અને ભાઈચારોનો સંદેશો આપે છે. પરંતુ કેટલાક મુસ્લિમ આ સમયે જ હિન્દૂ છોકરીને ફસાવીને લવ જેહાદ જેવી ઘટનાને પણ અંજામ આપે છે. જેથી અમે તમામ માતા પિતા ને વિનંતી કરીયે છીએ કે તમારી દીકરી ગરબા રમવા જતી હોય તો તેની સાથે રહેવા.જેથી કોઈ પણ મુસ્લિમ છોકરો હિન્દૂ ધર્મની છોકરી સાથે લવ જેહાદ ન કરી શકે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરત: કામરેજ પંચાયતમાં તલાટી અને સરપંચની જુગલ જોડીનું કરોડોનું કૌભાંડ…!
Next articleમાજી સૈનિકોએ પોતાની માંગણીઓને લઈ રાજ્યપાલને આપ્યુ આવેદનપત્ર