Home ગુજરાત બગસરામાં કરવેરા વધારાનાં વિરોધમાં ૩૧મી ડિસેમ્બરે શહેર બંધનું એલાન

બગસરામાં કરવેરા વધારાનાં વિરોધમાં ૩૧મી ડિસેમ્બરે શહેર બંધનું એલાન

7
0

(જી.એન.એસ) તા૨૮

રાજકોટ,

બગસરામાં નગરપાલિકા દ્વારા દર વર્ષે રૃા ૭૦૦નો વધારાનો વેરાબોજ ઝીંકવાનાં વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગાી તા.૩૧મી ડિસેમ્બરે શહેર બંધનું એલાન આપવામાં આયું છે. જો કે, સુધરાઈ પ્રમુખ અને ધારાસભ્યએ નગરપાલિકાની નબળી આર્થિક સ્થિતિને કારણે વેરાવધારો અનિવાર્ય બની ગયાનો દાવો કર્યો છે. બગસરામાં જુદા-જુદા વેરા નાખવામાં આવતા દર વર્ષે રૃ.૭૦૦નો વેરાબોજ શહેરીજનોને પડતો હોવાથી આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સે વેરા વધારાના વિરોધમાં તા.૩૧મીએ બગસરા બંધનું એલાન આપ્યું છે. આ અંગે ધારાસભ્ય જે.વી.કાકડીયાએ જણાવ્યું હતું કે શહેરના વિકાસ માટે અને કર્મચારીઓના પગાર નિયમિત થાય તે માટે વેરો વધારવો જરૃરી છે. પાલિકા પ્રમુખ જયોત્સનાબેન રીબડીયાએ જણાવ્યું હતું કે ભુગર્ભ ગટરનું મેઈનટનન્સ દર વર્ષે રૃ.૧ કરોડ છે. ઘરદીઠ પાણી કનેકશન રૃ.રપ૦૦ જેટલુ થાય છે તેની સામે માત્ર પાણી વેરો રૃ.૯૦૦ કરાયો છે. સ્ટ્રીટલાઈટનો વેરો માત્ર રૃ.પ૦ કરવામાં આવ્યો છે. જયારે સફાઈના રૃ.૧૦૦ કરવામાં આવ્યા છે. શહેરીજનોને એકાંતરા બે કલાક કરતા વધારે સમય પાણી વિતરણ કરવામાં આવે છે. આ તમામ ખર્ચાઓને ધ્યાને લઈ ૧૦ વર્ષ બાદ પાણી વેરો વધારવામાં આવ્યો છે ત્યારે શહેરીજનોને તમામ અફવાઓથી દુર રહેવા અને વિકાસના કામમાં સહાકાર આપવા પાલિકા પ્રમુખે અંતમાં અનુરોધ કર્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડીયલ દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં બગસરા પાલિકાના વહીવટદારો દ્વારા પ્રજા ઉપર અસહ્ય વેરો વધારો કરતો ઠરાવ પસાર કરેલ જે પ્રજાને કમરતોડી નાખતો વધારો હોઈ જેના અનુસંધાને આ આંદોલન કરવાની ફરજ પડી છે જો એક દિવસના બંધને જોઈ કોઈ વહીવટદારો દ્વારા વેરો વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આવતા આગામી દિવસોમાં શહેરના રહીશો દ્વારા ગાંધીજી ચિંધ્યા માર્ગે આગળનું આંદોલન કરવામાં આવશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી નિલેશ દેસાણી. એ જણાવ્યું છે આ બાબતે ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરવામાં પણ આવી છે જયારે આ બંધમાં ચેમ્બર તેમજ કિરાણા એસોસિયેશન દ્વારા શહેરના લોકોને આપીલ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field