મનોરંજન જગતમાંથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી તબસ્સુમે ગઈકાલે રાત્રે આ દુનિયાને અલવિદા કહી દીધું, તો હવે બંગાળી ઈન્ડસ્ટ્રીમાંથી એક એક્ટ્રેસના મૃત્યુના સમાચાર આવી રહ્યા છે. બંગાળી એક્ટ્રેસ એંડ્રિલા શર્માનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. એક્ટ્રેસનું 20 નવેમ્બર, રવિવારે નિધન થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે એન્ડ્રિલા શર્મા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી. તે કોમામાં હતી અને બોલિવૂડના ફેમસ અરિજીત સિંહ પણ તેની આર્થિક મદદ કરવા આગળ આવ્યા હતા. 24 વર્ષીય એંડ્રિલા શર્માનું રવિવારે નિધન થયું હતું. મલ્ટિપલ કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું મૃત્યુ થયું હતું. એક્ટ્રેસે 12.59 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને CPR સપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું હતું. એંદ્રિલા શર્માને 1 નવેમ્બર 2022ના રોજ બ્રેઈન સ્ટ્રોક આવ્યો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તે ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતી. તેનો પરિવાર હોસ્પિટલના વધતા બિલથી પણ પરેશાન હતો, ત્યારબાદ બોલિવૂડના ફેમસ સિંગરે મદદનો હાથ લંબાવ્યો હતો. રિપોર્ટ અનુસાર, 12 લાખથી વધુ હોસ્પિટલનો ખર્ચ થયો હતો. હંમેશાથી એક્ટ્રેસ બનવાનું સપનુ જોનારી એંડ્રિલા શર્માએ ટીવી સીરિયલ ‘ઝુમુર’થી એક્ટિંગ ડેબ્યુ કર્યુ હતુ. તે બંગાળી ફિલ્મ ‘ભોલે બાબા પાર કરેગા’માં જોવા મળી હતી. તેણે ‘જીવન જ્યોતિ’ અને ‘એંડ જિયો કાઠી’ જેવા ઓટીટી પ્લેટફોર્મ પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.