પશ્ચિમ બંગાળની મમતા બેનરજીની સરકારને મોટો ઝટકો
સીજેઆઈ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે અમને હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો કોઈ માન્ય આધાર કે કારણ નથી મળ્યું
(જી.એન.એસ) તા.3
નવી દિલ્હી/કોલકાતા,
પશ્ચિમ બંગાળની મમતા બેનરજીની સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળની સરકારી સ્કૂલોમાં 25000 શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી રદ કરવાના કોલકાતા હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે.
આ મામલે સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે શિક્ષકોની નિમણૂક કરવાની પ્રક્રિયા યોગ્ય નહોતી. ઉલ્લેખનીય છે કે કોલકાતા હાઈકોર્ટે 2016ની સંપૂર્ણ જોબ પેનલ જ રદ કરી નાખી હતી. ખરેખર આરોપ હતો કે ભરતી માટે લોકો પાસેથી 5 થી 15 લાખ રૂપિયા સુધીની વસૂલી કરવામાં આવી હતી. કલકત્તા હાઈકોર્ટે પણ ભરતી પ્રક્રિયામાં અનેક ગરબડ પકડી પાડી હતી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરતાં સીબીઆઈને ભરતી કૌભાંડની તપાસ ચાલુ રાખવા આદેશ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે 23 લાખ જવાબવહીઓમાંથી કોની કોની ચકાસણી કરવામાં આવી હતી તેના વિશે કોઈ ચોક્કસ માહિતી નહોતી. આ સાથે કોર્ટે પરીક્ષા સંબંધિત જવાબવહીઓના પુનઃમૂલ્યાંકનનો પણ આદેશ આપ્યો હતો.
વર્ષ 2016માં સ્ટેટ સ્કૂલ સર્વિસ કમિશનના માધ્યમથી થયેલી ભરતી માટે 23 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 25 હજારથી વધુ ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે આગામી ત્રણ મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં માનવીય આધાર પર એક દિવ્યાંગ કર્મચારીઓની નોકરી યથાવત્ રાખી છે. બાકીના દિવ્યાંગ કર્મચારીઓને નવી ભરતી પ્રક્રિયામાં થોડી રાહત આપવા પણ નિર્દેશ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે, કે અમે તથ્યોની સમીક્ષા કરી છે. સમગ્ર ભરતી પ્રક્રિયા જ હેરફેર અને છેતરપિંડીથી દૂષિત છે જેના કારણે વિશ્વસનીયતા સમાપ્ત થઈ ગઈ છે. નિયુક્ત થયેલા ઉમેદવારોએ અત્યાર સુધીનું વેતન પરત આપવાની જરૂર નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.