Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ફ્લાઈટમાં દારૂ પીવાને લઈને એર ઈન્ડિયાએ જાહેર કરી નવી દારૂ નીતિ

ફ્લાઈટમાં દારૂ પીવાને લઈને એર ઈન્ડિયાએ જાહેર કરી નવી દારૂ નીતિ

63
0

પેશાબની ઘટના બાદ એરલાઈન એર ઈન્ડિયાએ દારૂની નીતિને ત્રણ અલગ-અલગ રંગોમાં વહેંચી દીધી છે. તેમાં લાલ, પીળો અને લીલો રંગનો સમાવેશ થાય છે. લીલા રંગનો અર્થ થાય છે કે, ફ્લાઇટમાં પેસેન્જર એકદમ સામાન્ય છે. સારી વાત કરે છે. ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે અને તેમને આલ્કોહોલ ઓફર કરી શકાય છે. પીળા રંગનો અર્થ છે, મુસાફર સહેજ નશામાં છે. ક્રૂ સાથે સારી રીતે વાત કરતા નથી. આંખો થોડી લાલ છે. ક્રૂ મેમ્બર્સ તેને ફ્લાઈટમાં વધુ આલ્કોહોલ ન પીવા માટે સમજાવશે. આ ઉપરાંત, લાલ રંગનો મતલબ એ છે કે, નશાની સ્થિતિમાં મુસાફર ચાલી શકતો નથી. આંખો સંપૂર્ણપણે લાલ છે.

કોઈની સાથે અસંસ્કારી રીતે વાત કરવી, તેને દારૂ આપવામાં આવશે નહીં. આ સિવાય એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે, એર ઈન્ડિયાના ક્રૂ કોઈપણ મુસાફરને નશામાં બોલાવશે નહીં. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે યુએસ નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશનની માર્ગદર્શિકા અને અન્ય એરલાઈન્સની પ્રેક્ટિસ અને ઇનપુટ્સનો સંદર્ભ લઈને અમારી હાલની ઇન-ફ્લાઇટ આલ્કોહોલ સેવા નીતિની સમીક્ષા કરી છે. એર ઈન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ફ્લાઈટ દરમિયાન દારૂ સુરક્ષિત રીતે પીરસવામાં આવશે,

પેસેન્જરોને બીજી વખત દારૂ પીરસવાનો ઈન્કાર કરવામાં સમજદારી દાખવવી જોઈએ. જણાવી દઈએ કે, એર ઈન્ડિયા યુરિન કેસ બાદ ટાટા ગ્રુપની આ એરલાઈન્સની નીતિઓ પર સવાલો ઉભા થયા હતા. ખાસ કરીને એરક્રાફ્ટમાં મુસાફરોને અપાતા શરાબને લઈને એરલાઈન્સની નીતિ પ્રશ્નના ઘેરામાં હતી. એર ઈન્ડિયાના સીઈઓએ પોતે કહ્યું હતું કે, તેઓ એરલાઈનની લિકર પોલિસીની સમીક્ષા કરશે. તેમણે એમ પણ કહ્યું કે સ્ટાફ દ્વારા આ બાબતને વધુ સારી રીતે હેન્ડલ કરવી જોઈતી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબે દિવસ દરમિયાન હિમાલયના વિસ્તારો, ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની સંભાવના : IMD
Next articleપ્રધાનમંત્રીની ડોક્યુમેન્ટ્રી વિવાદમાં અમેરિકાએ પણ એન્ટ્રી મારી, ડોક્યુમેન્ટ્રી હવે કેરળમાં બતાવવાની વાત