Home દુનિયા - WORLD ફ્રાન્સની એક કોર્ટે સોમવારે નેશનલ રેલી પાર્ટીની નેતા મરીન લે પેનને યુરોપિયન...

ફ્રાન્સની એક કોર્ટે સોમવારે નેશનલ રેલી પાર્ટીની નેતા મરીન લે પેનને યુરોપિયન સંસદના ભંડોળના ઉચાપત કેસમાં દોષિત ઠેરવ્યા

41
0

૨૦૨૭ના ઈલેક્શનમાં ઈમેન્યુએલ મેક્રોન સામેની મજબૂત દાવેદાર ચૂંટણી પહેલા જ રેસની બહાર થઈ

(જી.એન.એસ) તા.1

ફ્રાંસની નેશનલ રેલી પાર્ટીને વધુ એક મોટો ઝટકો, કોર્ટ દ્વારા પાર્ટીની નેતા મરીન લે પેનને યુરોપિયન સંસદના ભંડોળના ઉચાપત કેસમાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટના ચુકાદાની સાથે લે પેન પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે ૨૦૨૭ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે નહીં. 

કોર્ટે લે પેનને ચાર વર્ષની સજા ફટકારી છે. જેમાંથી બે વર્ષ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાકીના બે વર્ષ હાઉસ અરેસ્ટ હેઠળ ભોગવવા પડશે. આ સિવાય તેણે ૧,૦૮,૦૦૦ ડોલરનો દંડ પણ ભરવો પડશે. આ નિર્ણય રાજકારણમાં પ્રભાવશાળી વ્યક્તિ રહેલી લે પેન માટે આચંકા સમાન છે. ત્રણ વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડયા બાદ તે બે વખત ઈમેન્યુએલ મેક્રોન સામે ફાઈનલ રાઉન્ડમાં પહોચી હતી અને ૨૦૨૭ માટે તેને મજબૂત દાવેદાર માનવામાં આવી રહી હતી. 

અગાઉ ૨૦૨૪ની વચગાળાની ચૂંટણીમાં તેની પાર્ટી સંસદમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી હતી.આ આરોપો લે પેન અને યુરોપિયન સંસદના નેતાઓ અને તેમના સહાયકો સહિત ૨૪ અન્ય પક્ષોના મેમ્બર્સ સાથે સંકળાયેલી લાંબા ગાળાની સ્કીમના છે. ફરિયાદીઓએ દલીલ કરી હતી કે, આરોપીઓએ સંસદીય સહાયકો માટે ફાળવવામાં આવેલા યુરોપિયન સંસદના ૪૮ લાખ ડોલરના ભંડોળનો દુરુપયોગ કર્યો હતો અને તેને ફ્રાન્સમાં પાર્ટીના કર્મચારીઓને ચૂકવણી કરવા માટે રીડાયરેક્ટ કર્યા હતા.

લે પેન પર પ્રતિબંધનો અર્થ એ છે કે, લગભગ ચાર દાયકામાં પહેલીવાર લે પેન વિના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. આરએન પાર્ટી હવે ૨૦૨૭ માટે વૈકલ્પિક ઉમેદવાર પસંદ કરવાના પડકારનો સામનો કરશે. જેમાં પાર્ટીના પ્રમુખ જોર્ડન બાર્ડેલા સંભવિત ઉમેદવાર તરીકે ઊભરી રહ્યાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field