Home દુનિયા - WORLD ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન-પીએમ મોદીની જયપુરમાં દ્વિપક્ષીય મંત્રણા

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન-પીએમ મોદીની જયપુરમાં દ્વિપક્ષીય મંત્રણા

46
0

(જી.એન.એસ),તા.૨૪

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી જાન્યુઆરીએ જયપુર જશે. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું પણ જયપુરમાં આગમન થશે. ગુરુવારે બપોરે 3:15 થી 5:15 દરમિયાન ઈમેન્યુઅલ મેક્રોન, આમેર કિલ્લાની મુલાકાત લેશે. આ પછી રાષ્ટ્રપતિ મેક્રોન વડાપ્રધાન મોદીને મળશે. જયપુરના જંતર-મંતર પર રાષ્ટ્રપતિ મેક્રોન અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આ વર્ષે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે ભારત આવી રહ્યા છે. તેઓ આવતીકાલ 25મી જાન્યુઆરીએ જયપુર જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની સાથે જયપુરમાં હશે. આ દરમિયાન પીએમ મોદી મેક્રોન સાથે રોડ શો કરશે. આ રોડ શો જયપુરના ત્રિપોલિયા ગેટથી સાંગાનેરી ગેટ સુધી થશે. મળતી માહિતી મુજબ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનની ભારત મુલાકાત ઐતિહાસિક બનવા જઈ રહી છે. મેક્રોન અને પીએમ મોદી જયપુરમાં દ્વિપક્ષીય મંત્રણા કરશે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર થઈ શકે છે.  

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને ફ્રાન્સ સૈન્ય ઔદ્યોગિક ભાગીદારી કરવા જઈ રહ્યા છે. આમાં ભારતમાં સૈન્ય ઉત્પાદનને મજબૂત બનાવવામાં આવશે. રાજસ્થાનના જયપુરમાં પ્રશાસને રાષ્ટ્રપતિ મેક્રોન અને પીએમ મોદીની મુલાકાતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ સતત બેઠકો કરી રહ્યા છે. જયપુરની મુલાકાત દરમિયાન મેક્રોન ઘણા પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેશે. આ પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિના સન્માનમાં સિટી પેલેસ ખાતે શાહી રાત્રિભોજનનું પણ આયોજન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિટી પેલેસ રાજસ્થાનની ડેપ્યુટી સીએમ દિયા કુમારીનું ઘર છે. તેમાં એક રાજવી મ્યુઝિયમ પણ છે. જયપુર અને આમેરના ભવ્ય ઈતિહાસના ચિહ્નો અહીં રાખવામાં આવ્યા છે. જયપુર બાદ રાષ્ટ્રપતિ મેક્રોન દિલ્હી પહોંચશે. અહીં તેઓ 26 જાન્યુઆરીએ 75માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોરોનાકાળના 18 મહિનાના એરિયર માટે યુનિયનોએ સરકારને પત્ર લખ્યો
Next articleએરલાઈન્સ કંપની સ્પેસજેટ દ્વારા ઓફરનું એલાન કરવામાં આવ્યું