Home દુનિયા - WORLD ફોર્બ્સે ભારતીય અબજોપતિઓની યાદીમાં ૨૫ નવી હસ્તીઓનો સમાવેશ, રેણુકા જગતિયાની એન્ટ્રી

ફોર્બ્સે ભારતીય અબજોપતિઓની યાદીમાં ૨૫ નવી હસ્તીઓનો સમાવેશ, રેણુકા જગતિયાની એન્ટ્રી

145
0

(જી.એન.એસ),તા.૦૪

વોશિંગ્ટન,

ફોર્બ્સે ભારતીય અબજોપતિઓની યાદી જાહેર કરી છે અને તેમાં 25 નવી હસ્તીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક નામ એવું છે જે આજ સુધી ક્યારેય સાંભળવામાં નથી આવ્યું . જે છે રેણુકા જગતિયાની જેમણે અબજોપતિઓની યાદીમાં નવી એન્ટ્રી કરી છે. રેણુકા જગતિયાની દેશના અમીરોની યાદીમાં 44મા ક્રમે છે અને તેમની કુલ સંપત્તિ લગભગ 5 બિલિયન ડોલર એટલે કે 40 હજાર કરોડ હોવાનો અંદાજ છે. આજે રેણુકા અબજોપતિઓની યાદીમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે એક સમય હતો જ્યારે તેના પતિ લંડનના રસ્તા પર કેબ ચલાવી પોતાનું ગુજરાન કરતા હતા આજે અબજોપતિઓની યાદીમાં તેમની એન્ટ્રી થઈ છે ત્યારે ચાલો જાણીએ કેવી રીતે તે આટલા આમીર થયા. રેણુકા જગતિયાની ફોર્બની ટોપ 100 ભારતીય ધનિકોની યાદીમાં 44મા સ્થાને છે. રેણુકા જગતિયાની લેન્ડમાર્ક ગ્રુપના CEO છે અને તેમની સંપત્તિ $4.8 બિલિયન અથવા લગભગ 40,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. લેન્ડમાર્ક ગ્રુપનો બિઝનેસ ઘણા દેશોમાં ફેલાયેલો છે. તેનું મુખ્યાલય દુબઈમાં છે અને આ કંપનીની સ્થાપના રેણુકાએ તેના સ્વર્ગસ્થ પતિ મિકી જગતિયાની સાથે મળીને કરી હતી. ફોર્બ્સ 2024 રિચ લિસ્ટમાં સામેલ રેણુકા જગતિયાનીએ લેન્ડમાર્ક ગ્રૂપને આગળ લઈ જવામાં અને તેને ઉંચાઈઓ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બિઝનેસ સેક્ટરમાં તેમના કામને જોતાં, રેણુકાને 2007માં આઉટસ્ટેન્ડિંગ એશિયન બિઝનેસ વુમન ઑફ ધ યર અને 2012માં બિઝનેસવુમન ઑફ ધ યર જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આજે અમીરોની યાદીમાં પ્રભુત્વ જમાવનાર રેણુકા જગતિયાનીની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. આજે રેણુકા ભલે ભારતીય અમીરોની યાદીમાં ઉચ્ચ સ્થાને પહોંચી ગયા હોય, પરંતુ તેમણે પોતાના જીવનમાં ઘણા મોટા ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રેણુકાના પતિ સ્વર્ગસ્થ મિકી જગતિયાની એક સમયે લંડનમાં કેબ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અહેવાલો અનુસાર, મિકી 1970 ના દાયકામાં લંડનમાં એક કેબ ડ્રાઇવર હતા અને ત્યાંથી તે પહેલા બહેરીન અને પછી દુબઈ ગયા અને એક વિશાળ બિઝનેસ સામ્રાજ્ય બનાવ્યું, જેનું સંચાલન પત્ની રેણુકા જગતિયાની કરે છે. મિકી જગતિયાની, જેઓ લંડનમાં કેબ સેવાઓ પૂરી પાડતા હતા, તેમના માતા-પિતા અને ભાઈના આકસ્મિક મૃત્યુ પછી 1973 માં બહેરીન ગયા, જ્યાં તેમણે તેમના ભાઈની રમકડાની દુકાનનું સંચાલન કરવાનું શરૂ કર્યું. તેણે લગભગ એક દાયકા સુધી બાળકોના રમકડાની દુકાન ચલાવી અને પરિવારનો ઉછેર કર્યો, આ દરમિયાન તેણે તેના રમકડાંના આઉટલેટ્સનો વિસ્તાર પણ કર્યો અને 10 વર્ષમાં 6 રમકડાની દુકાનો શરૂ કરી. આ પછી, ગલ્ફ વોર સમાપ્ત થયા પછી, તેઓ દુબઈ પહોંચ્યા અને ત્યાં તેમનું લેન્ડમાર્ક ગ્રુપ શરૂ કર્યું. લેન્ડમાર્ક ગ્રૂપ દ્વારા, મિકી જગતિયાનીએ મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં ફેશન, ઈલેક્ટ્રોનિક્સ, ફર્નિચર અને હોટેલ બિઝનેસમાં તેમનો વ્યવસાય વિસ્તાર્યો. તેમના પતિના મૃત્યુ પછી, રેણુકા જગતિયાનીએ બિઝનેસ સંભાળ્યો અને 1993માં લેન્ડમાર્ક ગ્રુપમાં પ્રવેશ કર્યો. ત્રણ બાળકોની માતા રેણુકાને વારસામાં $4.8 બિલિયનની સંપત્તિ મળી છે. હવે રેણુકા જગતિયાની આ ગ્રુપના ચેરપર્સન છે અને ત્રણેય બાળકો આરતી, નિશા અને રાહુલનો બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રેણુકાએ લેન્ડમાર્ક ગ્રૂપનો કબજો સંભાળ્યા પછી, તેમણે ઝડપથી તેનો કારોબાર વિસ્તાર્યો અને આજે કંપની પાસે વિશ્વના 21 દેશોમાં 2200 થી વધુ સ્ટોર્સ કાર્યરત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅદાણી ગ્રીન એનર્જી, 10,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સાથે ભારતની પ્રથમ કંપની
Next articleફિલ્મ ‘પુષ્પા થ રુલ’ના ટીઝરની તારીખ જાહેર કરાઈ