Home મનોરંજન ફોરેસ્ટ ગમ્પની રીમેકમાં આમિરના બદલે અનિલ કપૂર કે શાહરૂખ હોત

ફોરેસ્ટ ગમ્પની રીમેકમાં આમિરના બદલે અનિલ કપૂર કે શાહરૂખ હોત

57
0

(જી.એન.એસ),તા.૩૦
મુંબઈ
હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રીમેક લાલ સિંહ ચઢ્ઢાની રિલિઝ ડેટ ફાઈનલ થઈ ગઈ છે. આમિર ખાન વર્ષમાં એક જ ફિલ્મ રિલિઝ કરે છે અને તેના કારણે આમિરની ફિલ્મો માટે ઉત્સુકતા વધારે હોય છે. દંગલ અને સિક્રેટ સુપર સ્ટાર બાદ આમિર ખાનની કોઈ ફિલ્મ આવી નથી. ફોરેસ્ટ ગમ્પની રીમેક બનાવવા અગાઉ બે વખત પ્રયાસ થયો હતો અને એક પણ પ્રયાસ સફળ રહ્યો હોત તો આમિરના બદલે અનિલ કપૂર અથવા શાહરૂખ ખાન રીમેકમાં લીડ રોલ કરતા હોત. આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા બે વર્ષથી રિલીઝ માટે તૈયાર છે, પરંતુ કોરોના મહામારીના કારણે તેની રિલિઝ થઈ ન હતી. વળી, બિગ બજેટ ફિલ્મો સાથે ટક્કરનું જાેખમ હતું. પરિણામે લાલ સિંહ ચઢ્ઢાની રિલિઝ પોસ્ટપોન થતી રહી હતી. ફોરેસ્ટ ગમ્પમાં ટોમ હેન્ક્‌સનો લીડ રોલ હતો. આ ફિલ્મમાં આમિરની સીધી સરખામણી ટોમ હેન્ક્‌સ સાથે થવાની છે અને તેમાં પણ ફોરેસ્ટ ગમ્પની જેમ વિવાદાસ્પદ મુદ્દા રજૂ કરાય તેવી શક્યતા છે આમિર ખાન પહેલા ફોરેસ્ટ ગમ્પની રીમેકમાં અનિલ કપૂર અને શાહરૂખ ખાન જેવા કલાકાર રોલ કરવાના હતા. રિપોર્ટ્‌સ મુજબ, ડાયરેક્ટર કુંદન શાહે ૯૦ના દસકામાં ફોરેસ્ટ ગમ્પની હિન્દી રીમેક બનાવવાનું વિચાર્યુ હતું. તેમની પહેલી ચોઈસ અનિલ કપૂર હતા, પરંતુ અનિલ કપૂરને ડેટ્‌સની સમસ્યા હોવાથી કુંદને શાહરૂખને લીડ રોલમાં લઈને ફિલ્મની તૈયારી શરૂ કરી હતી. જાે કે આ ફિલ્મ આગળ વધી શકી ન હતી અને બાદમાં આખો પ્રોજેક્ટ અભેરાઈએ મૂકાઈ ગયો. લાંબા સમય સુધી ફોરેસ્ટ ગમ્પની રીમેક ન બનતાં આખરે આમિર ખાને કમર કસી અને લાલ સિંહ ચઢ્ઢા લઈને તેઓ આવી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉદયપુર મર્ડરનો બોલિવુડના કલાકારો દ્વારા વિરોધ નોંધાવ્યો
Next articleફુગાવો – મોંઘવારીનું જોખમી પરિબળ યથાવત્ રહેતા સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!