જો મોદી વટહુકમ લાવે છે તો પણ મદિર નિર્માણ થવું અસંભવ….કેમ કે વટહુકમની વિરુદ્ધમાં મામલો કોર્ટમાં જઇ શકે છે. જો કોર્ટમાં મામલો ન પણ જાય તો સરકાર વટહુકમને કાયદાકીય સ્વરૂપ આપવામાં સફળ થાય તે સંભવ થવુ પ્રતિત નથી થાતુ.
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૭
ભાજપ અને મોદી સરકાર અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને મોટી જાહેરાત કરીને હિન્દુઓના ભરોષે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પાર કરી જવાની એક મોટી ચાલ ચાલી શકે છે. સૂત્રો અનુસાર ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયા કે માર્ચના પહેલા અઠવાડિયામાં ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીન ીતારીખોની ઘોષણા કરી શકે છે. તેના પછી ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ જશે. આટલુ જ નહિ ચૂંટણીઓની તારીખોની જાહેરાત પહેલા સરકાર ૨૦૧૯-૨૦૨૦ના માટે આખરી બજેટ પણ રજૂ કરશે. જે ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં મૂકવાની સંભાવના છે.
સૂત્રો જણાવે છે કે ૧૦ જાન્યુઆરીએ સુપ્રિમ કોર્ટ જે પણ નિર્ણય લે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને ચાહે રોજે રોજ સુનાવણી કરે કે પછી આગળની કોઈ તારીખ આપે. આનાથી મોદી સરકાર અને ભાજપને કોઈ ફરક નથી પડવાનો. ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર હિન્દુઓને મૂર્ખ બનાવવા માટે એક માસ્ટર સ્ટ્રોક લગાવી શકે છે. કેમ કે ભાજપને પણ હિન્દી ભાષીવાળા ત્રણ રાજ્યોમાં હાર્યા પછી લાગી રહ્યું છે કે તેમની વોટબેંક ઝડપથી ખસી રહી છે. જેને બચાવવા માટે તે પોતાના ભાથામાંથી અયોધ્યા ઉપર વટહુકમ નામના તીરને કાઢીને વિરોધીઓને હરાવવા માટે અને હિન્દુઓને બેવકૂફ બનાવવા માટે બ્રહ્માસ્તર નામનુ તીર ચલાવી શકે છે.
ભાજપ જો વટહુકમ લાવે છે તો મંદિર નિર્માણની માંગણી કરવાવાળાઓને કોઈ ફાયદો નહિ થાય. હા ભાજપા કે પાછલા કેટલાય દશકાથી હિન્દુઓને રામ મંદિર નિર્માણને ને માટે માસ્ટર સ્ટ્રોકની ચાલ ચાલી શકે છે કે તે હિન્દુઓની કેન પ્રકારે અધ્યાદેશ લાવવામાં સફળ પણ થાય છે તો તેના પછી બહુ મોટી મુશ્કેલીઓ સામે આવશે. પહેલી અડચણ છે કે વટહુકમની વિરુદ્ધમાં મામલો કોર્ટમાં જઈ શકે છે. પરંતુ કોર્ટમાં મામલો ન જાય તો સરકાર વટહુકમને કાયદેસરના જામા પહેરાવવામાં સફળ થાય એ સંભવિત થવાની પ્રતીતિ નથી થતી.
હા,સરકાર મતના રાજકારણના હવા જરૂર આપી શકશે. હિન્દુઓને ફરી એકવાર રામ મંદિરની લોલીપોપ વહેંચી શકે છે. અને કહી શકે છે કે જુઓ અમે તો વટહુકમ લાવી દીધો. મારું કામ ખતમ જ્યારે કે હિન્દુઓની મુખ્ય માંગણી છે કે અયોધ્યામાં રામ મંદિર બને તેને વટહુકમથી કોઈ લેવા દેવા નથી. વિતેલા સાડા ચાર વર્ષમાં ભાજપ અને તેની સરકાર તેના સહયોગી સંગઠનો જેવા કે આરએસએસ,વિહિપ અને બજરંગ દળ જેવા હિન્દુ સંગઠનોએ રામમંદિરના નિર્માણને લઈને એક અવાજ પણ નથી ઉઠાવ્યો. નથી કોઈ પ્રકારની પહેલ કરી. ચૂંટણીની મોસમ જોઈને રામ મંદિરને લઈને અષાડના દેડકાની જેમ આ સંગઠનો પણ ટર-ટર કરવા લાગ્યા છે.
આની પહેલા વડાપ્રધાન મિડિયામાં કહી ચૂક્યા છે કે રામ મંદિર ઉપર અદાલતના ફેંસલાની રાહ જુઓ. એજ સંઘ છે જે રામના નામ ઉપર હિન્દુઓની ધ્રુવીકરણ કરતુ રહ્યું છે. પરંતુ હવે મોદીના નિવેદનનું સ્વાગત કરી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ એ તાત્કાલિક વટહુકમ લાવી મંદિર બનાવવાની માંગણી કરી દીધી તે પણ ઉપર ઉપરથી દેખાવટ જ લાગી રહ્યું છે. બીજી તરફ રાજકારણના જાણકાર કહે છે કે ભાજપને ખબર છે કે તેમના કેટલાય સહયોગી મંદિરના વટહુકમના વિરોધમાં છે. એટલા માટે તેઓ વટહુકમ સમર્થકો અને વટહુકમ વિરોધીઓ બંન્નેને ખુશ રાખવા માટે બંન્ને તરફની વાતો કરી રહ્યા છે. એટલે કે આ ભાજપની કેન્દ્ર સરકારની બહુ મોટી રાજકીય ચાલ છે. હવે સાધુ સંતોની આક્રમક તેવરોને જોઈને આરએસએસ,વિએચપીએ તાત્કાલિક વટહુકમ લાવીને રામ મંદિર બનાવવા માટે આંદોલન શરુ રાખ્યું છે. તેઓ આના પર ધર્મસભાઓ કરી રહ્યા છે. નાગપુરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ આજ માંગ કરી છે. સંઘ પ્રમુખ ભાગવતે ૨૫ નવેમ્બર ૨૦૧૮ના રોજ કહ્યું હતું કે એક વર્ષ પહેલા મેં કહ્યું હતું કે ધીરજ રાખો. હવે હું કહું છે કે ધીરજથી કામ નહી ચાલે લોકોને સંગઠિત કરવાની જરુર છે. કાયદો જલ્દીથી જલ્દીમાં લાવવો જોઈએ.
ભાજપ નેતા એ પણ જાણે છે કે મંદિરના જે સમર્થકો છે તેમના વોટ ક્યાંય જવાના નથી. એટલા માટે બહુ જાણીજોઈને બહુ જાણીજોઈને રાજકારણની જેમ આ નિવેદન આપવામાં આવ્યું છે. બાબરી માળખાના પેશ્વીકાર પણ આને એક સોચી સમજી રાજનીતિ બતાવે છે. મુસ્લિમ પક્ષકાર કહે છે કે મોદીએ બહુ જ સરસરીતે પોતાને આગલી ચૂંટણીમાં આ સવાલથી બચાવી લીધા ઓ તો પૂરેપૂરુ રાજકીય છે. તેમનું એસેસમેન્ટ ગ્રાઉન્ડ લેવલથી થાય છે.
સંઘની રાજકીય શતરંજની રમત પર વીએચપી પણ કહે છે કે તાત્કાલિક મંદિરની માંગણી કરવાવાળાઓને દિલાસો આપવા માટે તેમને વટહુકમ લાવવાનું નિવેદન આપવામાં આવ્યુ. વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે વડાપ્રધાન અને તેમના સહયોગીઓને કહેશે કે કોર્ટની રાહ ન જુઓ. સંસદ દ્વારા વટહુકમ લાવીને રામ મંદિર બને. આ બધા જ નિવેદનોના જાણકાર કહે છે કે ભાજપ અને તેમના સહયોગી ગેર બંધારણિય રાજકીય ગઠબંધનોની એક ચાલ છે. જેનાથી ૨૦૧૯માં હિન્દુ વર્ગ રામના નામ પર એકવાર ફરી બેવકૂફ બનાવીને મતોનો પટારો ભરાવી શકે. નોંધ લેવા જેવી વાત એ પણ છે કે છેલ્લા સાડા ચાર વર્ષમાં વડાપ્રધાન મોદી અને હિન્દુ સંગઠનોએ(સંઘ,વીએચપી,બજરંગ દળ)એ એક વાર પણ રામ મંદિર અને અયોધ્યાનું નામ સુધ્ધા નથી લીધુ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.