(જી.એન.એસ રવીદ્ર ભદોરિયા)તા.૧૪
ગાંધીનગર : કાપડ ઉદ્યોગને વેગવંતો બનાવવા મસ્કતિ ક્લોથ માર્કેટ મહાજન દ્વારા ફેબસા ફોર-૪નો આજથી દભદબાભર્યોે પ્રારંભ કરવામાં આવ્યો છે. ૧૭ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ફેરમાં દેશભરના મોટા ખરીદદારો અને તમામ મોટા શહેરનાં કાપડ મહાજનના અગ્રણી ઉપસ્થિત રહેશે. અમદાવાદીઓ સહીત ગુજરાતના લોકો મુફતી, બીઈંગ હ્યુમન, સાઈકર, પાન અમેરિકા, પેન્ટાલૂન, આઈકોનિક, ફૂલ ક્લર કે પછી ક્લબ ફેર, બ્રિડ ક્લબ બ્રાન્ડસના કપ પહેરતા હોય છે. જોકે તેઓ એ વાતથી માહિતગાર નથી કે આ બ્રાસ માટેનું કપડું અમદાવાદના બજારમાંથીજ ખરીદવામાં આવે છે. ગયા ફેરમાં અમદાવાદના વેપારીઓને દેશવિદેશની અગ્રણી કંપનીઓ પાસેથી રૂ. ૨૫૦ કરોડનો ધંધો મળ્યો હતો.
ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહેલા ‘એક્સપોનું’ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિન ભાઇ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આ ફેર અંગે માહિતી આપતાં મસ્કતિ કાપડ મહાજનના ગૌરાંગ ભગતે જણાવ્યું કે, આ ફેરમાં અમદાવાદમાં તૈયાર થયેલાં કોટન-લાયકા, ડેસ મટીરિયલ્સ, હોક્સિરી, કોટન સૂટિંગ -શટિંગ, ગ્રે ડેનિમ સક્તિની પ્રોડક્ટ રજૂ કરાશે. આ પ્રોડક્ટની મોટાપાયે ખરીદી કરી શકાય તેના માટે દેશભરના એક હજારથી વધુ ખરીદદારોને મહાજન દ્વારા ખાસ બોલાવાશે.‘એક્સા’ માટે બાબુલાલ સોનિગ્રા, અમિષ શાહ તથા કાંતિલાલ સંઘવી સહિતના સભ્યોની ટીમની રચના કરાઈ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.