એક પરફેક્ટ ફિલ્મની વ્યાખ્યા શું છે? એ જ કે તેમાં ડાન્સ હોય, હીરો વિલનની જોરદાર ધોલાઈ કરે, રોમાન્સ કરે, મ્યુઝિક ઓન ટોપ હોય અને હા, ઈમોશનની સાથે સાથે કોમેડી પણ હોવી જોઈએ. કાર્તિક આર્યન તેના ફેન્સ માટે આ જ ફોર્મ્યુલા સાથે ‘શહેજાદા’ના રૂપમાં ફુલ ટુ મસાલા ફિલ્મ લઈને આવ્યો છે. હવે બોક્સ ઓફિસ જ બતાવશે કે તેના ફેન્સને કાર્તિકનો આ નવો એક્શન અવતાર કેટલો પસંદ આવે છે. રોહિત ધવન દેસી બોયઝ, ઢીશૂમ જેવી ફિલ્મો બાદ શહેજાદાને લઈને આવ્યો છે. શહેજાદા સાઉથની એવી ફિલ્મની રિમેક છે, જે 80ના દાયકાની બોલિવૂડની મસાલા ફિલ્મની યાદ અપાવે છે.
રોહિતે આજના કંટ્રેપ્રરી યુગમાં 80ના દાયકાની એ ફ્લેવરને ફિટ કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. રોહિતની ફિલ્મમાં એન્ટરટેઇનમેન્ટનો ડોઝ યોગ્ય માત્રામાં છે. કંઇ વધારે પડતુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી કે ન તો કોઈ વસ્તુને ઓછી રાખવામાં આવી છે. આ ફિલ્મ બેશક રિમેક છે પણ તેમાં રોહિતનો ટચ પણ સ્પષ્ટ દેખાય છે. તેણે હિન્દીમાં બનાવતી વખતે સાઉથના ઘણા સીન ક્રિસ્પ કર્યા છે. આ ફિલ્મમાં લવ સ્ટોરીને ઓછા સમયમાં એસ્ટાબ્લિશ કરવામાં આવી છે.
હા, મહત્વની વાત એ છે કે જો તમે ફિલ્મની પહેલી 15-20 મિનિટ ચૂકી જશો તો તમને સ્ટોરી સમજવામાં મુશ્કેલી પડી શકે છે. ફર્સ્ટ હાફની વાત કરીએ તો, ફિલ્મ થોડી લાંબી લાગે છે અને કેટલાક સીન કોઈ કારણ વગર જ નાંખવામાં આવ્યા હોય તેવુ લાગે છે, જે એડિટકની બેદરકારી દર્શાવે છે. અને સેકન્ડ હાફમાં ફિલ્મે સ્પીડ પકડી. ખાસ કરીને ફિલ્મમાં વન લાઇનર્સ અને કોમિક પંચ તેના સેકેન્ડ હાફને ઇન્ટરેસ્ટીંગ બનાવે છે.
મોનોલોગ માટે ફેમસ કાર્તિક આર્યનનું નેપોટિઝમ પરનો સીન ખરેખર વ્યક્તિને સીટી મારવા માટે મજબૂર કરે છે. ક્લાઇમેક્સ એક અલગ પોઇન્ટ પર સમાપ્ત કરવામાં આવ્યો છે. હા, જ્યારે ફિલ્મનો ફર્સ્ટ હાફ કાર્તિક અને કૃતિના રોમાંસ પર ફોકસ કરે છે, તે અંત સુધીમાં ફિલ્મ એકદમ ફેમિલી ડ્રામા બની જાય છે. કૃતિ સેનન છેલ્લી 30 મિનિટમાં ગાયબ રહે છે, જેને જોઈને કૃતિના ફેન્સ ચોક્કસ નિરાશ થશે. જો તમે ફિલ્મનું ઓરિજિનલ વર્ઝન જોયું નથી, તો દાવો છે કે આ ફિલ્મ તમને નિરાશ નહીં કરે.
ફિલ્મનું મ્યુઝિક હજુ સાઉથ વર્ઝનની જેમ જીભ પર ચડ્યુ નથી. રિલીઝના થોડા દિવસો પહેલા કાર્તિકે ‘કેરેક્ટર ઢીલા’ રિલીઝ કર્યું છે. જો તે થોડું વહેલું રિલીઝ થયું હોત તો કદાચ સોન્ગને વધુ સારી સ્પેસ મળી હોત. સિનેમેટિકલી ફિલ્મ ખૂબ જ સુંદર લાગે છે. સ્ક્રીન પરની ભવ્યતાનું પૂરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. જો એડિટિંગ પર થોડું ધ્યાન આપવામાં આવ્યું હોત તો 2 કલાક 46 મિનિટની આ ફિલ્મ થોડી વધુ ક્રિસ્પ બની શકી હોત.
ફિલ્મમાં એક્શનના વખાણ કરવા પડે. કાર્તિકની સ્ટાઇલિંગ અને તેની એક્શન બંને ટોપ ક્લાસ રહી છે. ચશ્મા ઉડાવતો, બીડી પીતો અને સ્વેગમાં સ્કૂટર ચલાવતો કાર્તિક સ્ક્રીનની દરેક ફ્રેમમાં દમદાર લાગે છે. ફિલ્મની પૂરી કાસ્ટિંગ તેનો પ્લસ પોઈન્ટ છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પોતાને એક એન્ટરટેઈનર તરીકે એક્સપ્લોર કરી રહ્યો છે. એક્શન, રોમાન્સ, કોમેડી અને થોડા ઇમોશન, કાર્તિકે સ્ક્રીન પર દરેક એસેન્સને ખૂબ જ સારી રીતે જાળવી રાખ્યો છે. તે ક્યાંય વધુ કે ઓછા જોવા મળ્યા નથી.
તે જ સમયે, વકીલ તરીકે કૃતિ સેનનનું કામ પણ ડિસેંટ રહ્યું છે. જો કે, ફર્સ્ટ હાફની તુલનામાં, કૃતિ સેકેન્ડ હાફમાં એટલો પ્રભાવ છોડી શકતી નથી. કાર્તિક સાથે બાલ્મિકી તરીકે પરેશ રાવલની જોડી એકદમ પરફેક્ટ રહી છે. મનીષા કોઈરાલા અને રોનિત રોય પોતાના કેરેક્ટરમાં સહજ લાગ્યા. આ ઉપરાંત રાજપાલ યાદવ ભલે કેટલાંક જ સીન્સમાં જોવા મળ્યો પરંતુ તેની કોમિક ટાઇમિંગ કમાલની છે.
તમે કયા કારણે જોશો આ ફિલ્મ. એક એન્ટરટેનર ફિલ્મ હોવાની સાથે સાથે આ ફિલ્મ તમને પરિવારના વેલ્યૂ પણ સમજાવે છે. કાર્તિક આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરતો જોવા મળે છે. આ ફિલ્મમાં તે તમામ ક્વોલિટી છે, જે એક સિનેમા લવર જોવા માગે છે. ફિલ્મમાં વધારે લોજિક શોધશો તો નિરાશા હાથ લાગશે પરંતુ પ્યોર એન્ટરટેનમેંટ માટે આ ફિલ્મ જોશો તો મજા આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.