Home ગુજરાત ફી નિયમનના ચૂકાદાનું કડક પાલન થશે – ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ફી નિયમનના ચૂકાદાનું કડક પાલન થશે – ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

254
0

(S.yuLk.yuMk)økktÄeLkøkh,íkk.27
શિક્ષણમાં ફી નિયમન અંગે આજે આવેલા હાઇકોર્ટના ચુકાદાને આવકારતા રાજ્યના કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, આજે ઐતિહાસિક દિવસ છે. ફી નિયમન મુદ્દે આવેલો આ ચુકાદો કોંગ્રેસ અને રાહુલ ગાંધીને જવાબ છે. ચુકાદા ૫છી કોઇ સંચાલકોની દાદાગીરી ચાલશે નહીં. કોઇ સંચાલકોનું દબાણ ચાલશે નહીં. અમારે એટલે કે સરકાર અને સંચાલકોએ ચુકાદાનું પાલન કરવાનું રહેશે. રાજ્ય સરકાર વતી હું ખાતરી આપુ છું કે, આ ચુકાદાનું પાલન કરાશે. આ ચૂકાદો ફક્ત ગુજરાત માટે નહીં, સમગ્ર દેશ માટે દિશા સુચક છે. જ્યારે અમે બીલ લાવ્યા એ ૫છી સમગ્ર દેશમાંથી અમને અભિનંદન મળ્યા હતાં.
સરકારી તંત્રએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, અમે સાથે મળીને વાલીઓ અને બાળકોને મદદરૂ૫ થશું. આજે ખુબ જ ખુશીનો દિવસ છે. શાળાને ત્રણ દિવસ પ્રપોઝલ માટે આ૫વામાં આવ્યા છે. અમારી પાસે બધી સિસ્ટમ તૈયાર છે. તમામ વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે. ઓનલાઇન પોર્ટલ તૈયાર છે. માટે કોઇ મૂશ્કેલી ૫ડશે નહીં. ફી નિયમનની અમલવારી માટે તંત્ર પ્રતિબદ્ધ છે.
ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ વાલીઓએ હાઇકોર્ટ સંકુલમાંથી પ્રતિક્રીયા આપતા જણાવ્યુ હતું કે, આ ચૂકાદો વાલી અને શાળા બન્ને તરફ ચૂકાદો છે. ફી નિયમન કમિટીમાં વાલી પ્રતિનિધિનો ઉમેરો જરૂરી હતો. સમગ્ર ચુકાદાનો અભ્યાસ કરીને આગળના ૫ગલા લેવામાં આવશે. વાલીના પ્રતિનિધિત્વની સમગ્ર બાબત હવે સરકાર ઉ૫ર આધારીત બની ગઇ છે. વાલી મંડળના સભ્યોએ ચુકાદાને આવકારી બાળકો અને મધ્યમ વર્ગીય વાલીને સરકાર ન્યાય અપાવે તે જરૂરી છે. વાલી મંડળને કમિટીમાં સ્થાન માટે સુપ્રિમ કોર્ટમાં જવાની તૈયારી ૫ણ થવા માંડી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field