(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.08
ગુગલે ફીયરલેસ નાદિયાને તેમની 110મી જન્મજ્યંતી નિમિત્તે ડુડલ બનાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ઓસ્ટ્રેલિયાઈ અભિનેત્રી અને સ્ટંટવુમન મેરી એન ઈવેન્સને તેમના આ નામથી દુનિયામાં ઓળખવામાં આવતા હતા. હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોતની સામે માત આપનાર સ્ટંટ તેમણે કર્યા અને પોતાની આગવી ઓળખ ઉભી કરી. 1930 અને 40ના દાયકામાં તે મુંબઈ સિનેમાના મશહૂર ચેહરાઓમાંના એક હતા. પાંચ વર્ષની ઉંમરમાં ભારત આવેલ નદિયાએ કેટલાક હુનર શીખ્યા. તેમણે ઘોડેસવારી, શિકાર, ફિશિંગ અને શૂટિંગમાં મજા આવતી હતી. 1935માં આવેલ ફિલ્મ હંટરવાલીએ તેમને સમગ્ર ભારતમાં ખ્યાતિ અપાવી. અગાઉ નાદિયા ‘દેશ દિપક’ અને ‘નૂર-એ-યમન’ જેવી ફિલ્મોમાં કામ શરૂ કરી ચૂક્યા હતા. નાદિયા પોતાના દરેક સ્ટંટ જાતે કરતા હતા. ચાલતી ટ્રેનમાં ફાઈટ હોય, ઘોડેસવારી, ઝરણા પરથી કૂદવુ, સીડીઓ અને પ્લેનમાંથી લટકવુ અને સિંહોની વચ્ચે શૂટિંગ કરવુ જાણે તેમના માટે ડાબા હાથનો ખેલ હતો. ઓસ્ટ્રેલિયાના પર્થમાં 1908માં જન્મેલ મેરીના પિતા સૈનિક હતા અને માતા ગ્રીક હતા. 1913માં ભારત આવ્યા બાદ એક દિવસ, ફિલ્મ નિર્માતા જમશેદ બોમન હોમીની નજર નાદિયા પર પડી અને તે ઘણા પ્રભાવિત થયા. હોમીએ તેમને દેશ દિપકમાં નાનો રોલ આપ્યો. તેની ચર્ચા થઈ તો આવનાર ફિલ્મમાં તેમને લીડ રોલ મળ્યો પરંતુ નાદિયાનો રંગ જામ્યો હંટરવાલી ફિલ્મ બાદ. તે સમયે સૌથી મોંઘી ફિલ્મ હંટરવાલીને 80 હજાર રૂપિયામાં બનાવવામાં આવી હતી. 6 મહિનામાં તૈયાર થયેલ આ ફિલ્મમાં કેટલાક પ્રકારના સ્ટંટસ જોવા મળ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.