Home દુનિયા - WORLD ફીફા વિશ્વકપમાં જીતની ઉજવણી બાદ આર્જેન્ટીનામાં 129 ટકા વધ્યા કોરોના કેસ

ફીફા વિશ્વકપમાં જીતની ઉજવણી બાદ આર્જેન્ટીનામાં 129 ટકા વધ્યા કોરોના કેસ

39
0

તાજેતરમાં કતારમાં ફીફા વિશ્વકપ 2022 સમાપ્ત થયો છે. વિશ્વભરના લાખો લોકો આ ઈવેન્ટમાં સામેલ થયા હતા. આર્જેન્ટીનામાં વિશ્વકતમાં જીતની ઉજવણી હજુ પણ ચાલી રહી છે. પરંતુ ડરામણી વાત છે કે ઉજવણી વચ્ચે આર્જેન્ટીનામાં કોરોના કેસ ફરી વધવા લાગ્યા છે. આ માહિતી ખુદ આર્જેન્ટીનાના સ્વાસ્થ્ય મંત્રાલયએ આપી છે. કહેવામાં આવ્યું છે કે દેશમાં છેલ્લા સાત દિવસની અંદર કોવિડ કેસમાં 129 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેનાથી કોરોનાનો ગ્રાફ ફરી ઉપરની તરફ વધી રહ્યો છે. છેલ્લા સાત દિવસમાં 62 હજાર 261 નવા કેસ સામે આવ્યા છે. તે 11 ડિસેમ્બરવાળા સપ્તાહથી બમણા વધી ચુક્યા છે. ત્યારે ત્યાં 27 હજાર 119 કોરોના કેસ હતા.

શું કહી રહ્યાં છે નિષ્ણાંતો? તે જાણો… નિષ્ણાંતોનું માનવું છે કે તેમાંથી 60 ટકા દર્દીઓમાં ઓમિક્રોનનો સબ વેરિએન્ટ મળ્યો છે. આર્જેન્ટીનામાં કોરોનાની શરૂઆતથી અત્યાર સુધી 98 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. તેમાંથી 1 લાખ 80 હજારથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. સરકારનું કહેવું છે કે વેક્સીન પ્રોગ્રામમાં તેજી આવી છે. અત્યાર સુધી 11 કરોડથી વધુ વેક્સીન શોટ્સ લગાવવામાં આવ્યા છે. થોડા સમય પહેલા 18 વર્ષથી ઉપરના લોકોને પાંચમો ડોઝ આપવામાં આવી રહ્યો છે. કેમ વધુ છે ખતરો? તે જાણો… આર્જેન્ટીનામાં ખતરો એટલે વધુ છે કારણ કે ફીફા વિશ્વકપમાં તેની જીત બાદ ત્યાં રસ્તા પર જોરદાર ઉજવણી કરવામાં આવી રહી છે. લાખો લોકો ભેગા થઈ રહ્યાં છે. આ ઉજવણીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું નથી. જો અહીં કોઈ સંક્રમિત પહોંચ્યો હોય તો અન્ય લોકો પર ખતરો વધી ગયો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકી સંસદને કર્યું સંબોધન, કહ્યું “યુક્રેન હજુ જીવિત છે….”
Next article19 વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે ‘બિકિની કિલર’ ચાર્લ્સ શોભરાજ, નેપાળમાં હતો બંધ