(જી.એન.એસ),તા.૨૩
પ્રભાસની સાલારે રિલીઝ થઈ ત્યારથી થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મનો ક્રેઝ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. તેણે બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે લોકો પર પોતાનો જાદુ ચલાવ્યો છે અને ફેન્સના દિલ જીત્યા છે. એડવાન્સ બુકિંગમાં શાહરૂખની ફિલ્મ ડંકીને પાછળ છોડી દેનારી આ ફિલ્મે શરૂઆતના દિવસે જ અજાયબી કરી છે. તે જ સમયે, એનિમલની રફતાર પણ ધીમી પડી છે. ત્યારે ચાલો જાણીએ પહેલા દિવસો સાલારે કેટલા કરોડની કમાણી કરી. પ્રભાસનો સાલર માટેનો ક્રેઝ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે તેના પ્રથમ દિવસના કલેક્શનમાં ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. પ્રભાસે રિલીઝ થઈ ત્યારથી બોક્સ ઓફિસ પર કબજો જમાવ્યો છે. આ સાથે આ ફિલ્મ પ્રભાસના કરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ રહી છે. 270 કરોડના બજેટમાં બનેલી પ્રશાંત નીલની આ ફિલ્મ સાલારે એડવાન્સ બુકિંગમાં જ લગભગ 50 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો હતો..
Sacnilk ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, Salaar એ તેની રિલીઝના પહેલા દિવસે એકલા ભારતમાં 95 કરોડ રૂપિયાનો જંગી બિઝનેસ કર્યો છે. જો ઓવરઓલ કલેક્શનની વાત કરીએ તો પ્રભાસે આ મામલે ઘણી મોટી ફિલ્મોને માત આપી છે. વર્લ્ડ વાઈડ સાલારે પહેલા જ દિવસે 175 કરોડ રૂપિયાના મજબૂત આંકડાને સ્પર્શ કર્યો છે. તેમજ 5 કરોડ એડવાન્સ બુકિંગ સાથે અને ફિલ્મે 180 કરોડની કમાણી કરી રેકોર્ડ બનાવ્યો છે આ સાથે આ ફિલ્મ પ્રભાસના કરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ રહી છે. આ ફિલ્મમાં શ્રુતિ હાસન પ્રભાસ સાથે સ્ક્રીન શેર કરી રહી છે. જ્યારે પૃથ્વીરાજ સુકુમારન મહત્વના રોલમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ પણ મિત્રતા પર બનાવવામાં આવી છે. પ્રભાસ અને શ્રુતિ ઉપરાંત, સાલારમાં ટીનુ આનંદ, જગપિત બાબુ, બોબી સિમ્હા, ઈશ્વરી રાવ, શ્રિયા રેડ્ડી, માઇમ ગોપી અને જોન વિજય જેવા કલાકારો સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માટે પ્રભાસે 100 કરોડ રૂપિયા ફી લીધી છે. જ્યારે, શ્રુતિ હાસને 8 કરોડ રૂપિયા અને પૃથ્વીરાજ સુકુમારને 4 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.