(જી.એન.એસ),તા.૦૧
મુંબઈ,
એક્શનથી લઈને કોમેડી સુધીની તમામ પ્રકારની ફિલ્મોમાં પોતાની પ્રતિભા દેખાડનારા અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’એ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે. અજય અને આર માધવનની આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક છે. ફિલ્મની સફળતા બાદ કહેવામાં આવી રહ્યું છે કે આ ક્રાઈમ થ્રિલર સ્ટોરીનો પાર્ટ 2 ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરંતુ અજય દેવગનના તે ફેન્સ માટે એક સારા સમાચાર છે જેમણે આ ફિલ્મ પહેલા જોઈ નથી. ટૂંક સમયમાં જ અજયની ફિલ્મ ‘શૈતાન’ OTT પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. સૂત્રોનું માનીએ તો અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ 3 મે, 2024ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ ફિલ્મની થિયેટરમાં રિલીઝ પહેલા જ OTT પ્લેટફોર્મ Netflixએ ‘શૈતાન’ના OTT રાઇટ્સ ખરીદી લીધા હતા. જો કે જો તમારી પાસે Netflix સબસ્ક્રિપ્શન નથી, તો તમારે આ ફિલ્મ જોવા માટે વધુ રાહ જોવી પડશે.
નેટફ્લિક્સ પર રિલીઝ થયાના 45 દિવસ પછી આ ફિલ્મનું ટીવી પ્રીમિયર થઈ શકે છે અને તમે આ ફિલ્મ ‘જિયો સિનેમા’ પર પણ જોઈ શકો છો. જિયો સ્ટુડિયોએ દેવગન ફિલ્મ્સ અને પનોરમા સ્ટુડિયો સાથે મળીને ‘શૈતાન’નું નિર્માણ કર્યું છે. આ જ કારણ છે કે નેટફ્લિક્સ અને ટીવી પર સ્ટ્રીમ થયાના થોડાં મહિના પછી આ ફિલ્મ Jio એપ પર ફ્રીમાં જોવા માટે ઉપલબ્ધ થશે. પરંતુ જે લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેઓએ ‘શૈતાન’ જોવા માટે 3 મેના રોજ નેટફ્લિક્સ તરફ વળવું પડશે. જોકે Netflix દ્વારા હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મ વિશે વાત કરીએ તો ‘શૈતાન’ની સ્ટોરી કબીર (અજય દેવગન), વનરાજ (આર માધવન), જાહ્નવી (જાનકી બોડીવાલા) અને જ્યોતિ (જ્યોતિકા)ની આસપાસ ફરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.