અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘રેડ’ની સફળતા પછી મેકર્સ ફિલ્મનું સિક્વલ ‘રેડ 2’ લઈને આવી રહ્યા
અજય દેવગનનું પાત્ર અમર પટનાયક; રિતેશ દેશમુખ વિલન પાત્રમાં જોવા મળશે
(જી.એન.એસ) તા. 8
અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘રેડ’ની સફળતા પછી મેકર્સ ફિલ્મનું સિક્વલ ‘રેડ 2’ લઈને આવી રહ્યા છે ત્યારે હવે ફિલ્મમેકર્સએ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે. ફિલ્મ ‘રેડ’ના સિક્વલમાં અજય દેવગન એક ઈમાનદાર ઇન્કમ ટેક્સ ઓફિસરના રૂપમાં દેખાશે. ત્યાં જ રિતેશ દેશમુખ આ ફિલ્મમાં ભ્રષ્ટ નેતાનું કેરેકટર પ્લે કરતા દેખાશે.
રિતેશ દેશમુખનું કેરેક્ટર ખુબ દમદાર લાગી રહ્યું છે. ત્યાં જ સૌરભ શુક્લા જેલના કેદીના રૂપમાં દેખાઈ રહ્યા છે. સુપ્રિયા પાઠક વૃદ્ધ માતાનો રોલ કરતી દેખાશે. આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. દરેક સીનમાં કઈક સસ્પેન્સ છુપાયેલું હોય એવું લાગી રહ્યું છે. અજય દેવગન અને રિતેશ દેશમુખના વચ્ચે ચાલતી કોલ્ડ વોર જોવાની પણ ખુબ મજા આવશે. આ ફિલ્મમાં પણ વિલન, પોલીસ અને અધિકારીઓને ભટકવાનો પ્રયાસ કરતો દેખાશે. જ્યાંરે અંતમાં આ રેડમાં એક મોટી રકમ પકડાવાનો ટવિસ્ટ લોકોને ફિલ્મ જોવા માટે ખુબ એકસાઈટ કરી રહ્યો છે.
રેઇડ 2 એ 2018 માં રિલીઝ થયેલી રેઇડની સિક્વલ છે. જેમાં વાર્તા આગળ વધશે. પહેલા ભાગમાં અજયે IRS અધિકારી અમય પટનાયકની ભૂમિકા ભજવી હતી જે એક ભ્રષ્ટ રાજકારણીના ઘરે દરોડો પાડે છે અને સફળ થાય છે.પહેલી રેડમાં અજય દેવગણની સામે સૌરભ શુક્લા હતા. આ વખતે તેની સામે રિતેશ દેશમુખ છે જે એક શક્તિશાળી રાજકારણી દાદા ભાઈની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં રિતેશ અને સૌરભ શુક્લાના પાત્ર વચ્ચે સંબંધ બતાવ્યો છે. રિતેશ સૌરભને ‘તાઉજી’ કહીને બોલાવે છે. આ સિક્વલમાં અજય તેની ટીમ સાથે રિતેશ દેશમુખના ઘરે દરોડા પાડતા અને ખજાનો શોધતા નજર આવશે. હવે આ રેડ કેટલી સફળ જશે એ તો આવનારો સમય જ બતાવશે.
અજય દેવગનની ‘રેડ 2’ માં ઈલીયાના ડીકૃઝની જગ્યાએ આ વખતે ફિલ્મની હિરોઈન તરીકે વાણી કપૂર દેખાશે. ફિલ્મનું ડાયરેકશન રાજ કુમાર ગુપ્તાએ કર્યું છે. ભૂષણ કુમાર ફિલ્મના પ્રોડ્યુસર છે. ફિલ્મ 1 મે, 2025એ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
‘રેડ 2’ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થતા જ ઓડિયન્સ વચ્ચે ખુબ વાયરલ થઇ ગયુ છે. જેના પર સોશિયલ મીડિયા યુઝર્સના ખુબ સારા રિસપોન્સ જોવા મળી રહ્યા છે. ટ્રેલરે દર્શકોનું દિલ જીતી લીધું છે. હવે લોકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.