Home મનોરંજન - Entertainment ફિલ્મ પ્રોડ્યુસર સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર છેતરપિંડી અને કૌભાંડનો આરોપ

ફિલ્મ પ્રોડ્યુસર સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર છેતરપિંડી અને કૌભાંડનો આરોપ

100
0

(જી.એન.એસ) તા. 30

બૉલીવુડ અભિનેતા સની દેઓલ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ હવે તેની તકલીફોમાં વધારો થઈ શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે, કારણકે ફિલ્મ પ્રોડ્યુસર સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર છેતરપિંડી અને કૌભાંડનો આરોપ લગાવ્યો છે. પ્રોડ્યુસરે આરોપ લગાવતા કહ્યું કે, અભિનેતાએ એક ફિલ્મ માટે તેની પાસેથી કરોડો રુપિયા તો લીધા પરંતુ જ્યારે ફિલ્મ કરવાનો સમય આવ્યો તો તેમણે કામ કર્યું નહિ, થોડા દિવસો પહેલા સૌરવ ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.જેમાં તેમણે કહ્યું કે, 2016માં તેમણે સની દેઓલની સાથે એક ફિલ્મને લઈ ડીલ કરી હતી પરંતુ ગદર-2 હિટ થયા બાદ સની દેઓલ પોતાની વાતથી ફરી ગયો હતો.

પ્રોડ્યુસરે એ પણ કહ્યું કે, સની દેઓલ તેની પાસેથી પૈસા લઈ ચાલ્યો ગયો. તેમણે અત્યાર સુધી અભિનેતાને 2.55 કરોડ રુપિયા આપ્યા છે. આ સિવાય સની દેઓલે તેને અન્ય ડિરેક્ટરોને પૈસા આપવા, ફિલ્મિસ્તાન સ્ટુડિયો બુક કરવા અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરને હાયર કરવા પણ કહ્યું હતું. પરંતુ વર્ષ 2023માં સૌરવ ગુપ્તાને ખબર પડી કે દેઓલ કંપનીએ તેની સાથે છેતરપિંડી કરી છે.

પ્રોડ્યુસરે આરોપ લગાવતા કહ્યું કે, અમે એગ્રીમેન્ટને વાંચ્યા. જેમાંથી એક પેજ બદલવામાં આવ્યું હતુ. જે મુજબ ફીની રકમ રૂ.4 કરોડથી વધીને રૂ.8 કરોડ અને નફાનો હિસ્સો વધીને રૂ.2 કરોડ થયો છે. એટલું જ નહીં, ફિલ્મ નિર્માતા સુનીલ દર્શને પણ સૌરવ ગુપ્તાના આરોપો પર સહમતિ દર્શાવી છે. પ્રોડ્યુસરે ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે તેમના દ્વારા 2016માં સની દેઓલ સાથે એક એગ્રીમેન્ટ સાઈન કર્યા હતા. તે મુજબ એક ફિલ્મમાં કામ કરવાનું હતુ. જેના માટે તેને 4 કરોડ રુપિયા આપવાના હતા. ગુપ્તાએ ફિલ્મ માટે સની દેઓલને 1 કરોડ રુપિયા એડવાન્સમાં આપ્યા હતા પરંતુ સની દેઓલે તેમની ફિલ્મ પહેલા બીજી એક ફિલ્મ માટે શૂટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે 
Next articleરાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ: ટીપી અધિકારી એમ ડી સાગઠીયા અને ફાયર અધિકારી બી.જે. ઠેબા ના ઘરે એસીબીના દરોડા