(GNS),13
અલ્લૂ અર્જૂનની મચ અવેઇટેડ ફિલ્મ ‘પુષ્પા 2’ એટલે કે ‘પુષ્પા: ધ રૂલ’ની રિલીઝ ડેટ અનાઉન્સ થઇ ચુકી છે. આ ફિલ્મ આગામી વર્ષે 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફેન્સ ‘પુષ્પા 2’ની રિલીઝ ડેટ અનાઉન્સ થતા ફેન્સ ખુશ તો થયા પરંતુ તે થોડા નિરાશ પણ થયા કારણ કે તેમણે ઘણી રાહ જોવી પડશે. રસપ્રદ વાત એ છે કે ‘પુષ્પા 2’ જે દિવસે રિલીઝ થશે, તે જ દિવસે બોલિવૂડની એક બિગ બજેટ ફ્રેન્ચાઇઝ ફિલ્મ રિલીઝ થશે. ‘પુષ્પા 2’ પેન ઇન્ડિયા ફિલ્મ છે.
અલ્લુ અર્જુને ‘પુષ્પાઃ ધ રાઇઝ’ દ્વારા હિન્દી બેલ્ટમાં એક તગડો ફેનબેસ બનાવ્યો છે. હિન્દી બેલ્ટના લોકો પણ તેની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ સમયગાળા દરમિયાન જે બિગ બજેટની હિન્દી ફિલ્મ રિલીઝ થશે તેના લાખો ફેન્સ છે. ફિલ્મનો લીડ હીરો અને તેના ડાયરેક્ટરના પણ. હવે બંને બિગ બજેટની એક્શન ફિલ્મો હશે. આવી સ્થિતિમાં કોણ કોના ઉપર ભારે પડે છે તે જોવાનું રહેશે.
અલ્લુ અર્જુન, જે ‘પુષ્પા 2’ માં લીડ રોલ ભજવી રહ્યો છે, અને મેકર્સે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, “તારીખ માર્ક કરો… 15 ઓગસ્ટ 2024 પુષ્પા 2: ધ રૂલ દુનિયાભરમાં રિલીઝ થશે.” અલ્લુ અર્જુને આગળ લખ્યું, “પુષ્પા રાજ બોક્સ ઓફિસ પર કમબેક કરી રહ્યો છે.”
ફિલ્મની રિલીઝ ડેટ ત્યારે આવી છે જ્યારે અલ્લુને ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અલ્લુ અર્જુન માટે ‘પુષ્પા 2: ધ રૂલ’ માટે પહેલા જેવી પોપ્યુલારિટી મેળવવી મુશ્કેલ બની જશે. કારણ કે આ દિવસે બોલિવૂડ એક્ટર અજય દેવગનની ‘સિંઘમ અગેન’ રિલીઝ થશે. ‘સિંઘમ’ ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ હશે. અજય દેવગન અને તેની ફિલ્મ ‘સિંઘમ’ના દરેક લોકો ફેન છે.
આ પહેલા રિલીઝ થયેલી બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. આ ફિલ્મનું ડાયરેક્શન રોહિત શેટ્ટી કરી રહ્યા છે. અજય દેવગન જ નહીં લોકો રોહિત શેટ્ટીની ફિલ્મોના પણ ફેન છે. રોહિતની ફિલ્મોમાં ઓડિયન્સને ભરપૂર એક્શન કે કોમેડી જોવા મળે છે. રોહિતે સિંઘમ ફ્રેન્ચાઇઝીને કોપ યૂનિવર્સ – ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’માં તબદીલ કરીને મોટી ઓડિયન્સ બનાવી લીધી. રોહિત શેટ્ટીએ આ વર્ષે એનાઉન્સમેન્ટ કરી હતી કે ‘સિંઘમ અગેન’ આવતા વર્ષે સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે. બંને ફિલ્મો વચ્ચેનો ટક્કર જોઈને ફેન્સનું કહેવું કે ‘સિંઘમ અગેન’ ‘પુષ્પા 2’ને માત આપશે. જ્યારે કેટલાંકનું કહેવું છે કે એક ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.