Home મનોરંજન - Entertainment ફિલ્મ થેંકગોડમાં હિન્દુ દેવતાના પાત્રને લઈને અખિલ ભારતીય કાયસ્થ મહાસભા ગુસ્સે ભરાઈ

ફિલ્મ થેંકગોડમાં હિન્દુ દેવતાના પાત્રને લઈને અખિલ ભારતીય કાયસ્થ મહાસભા ગુસ્સે ભરાઈ

44
0

ભગવાન ચિત્રગુપ્તના પાત્રને રમુજી રીતે દર્શાવવા બદલ અભિનેતા અજય દેવગન સહિત ઘણા લોકો સામે FIR દાખલ કરવામાં આવી હતી. અજય દેવગનની ફિલ્મ થેંકગોડમાં ભગવાન ચિત્રગુપ્તના પાત્રને કથિત રીતે વિદૂષક તરીકે દર્શાવવાને કારણે અખિલ ભારતીય કાયસ્થ મહાસભા ગુસ્સે થઈ છે. આ મામલે, ઉત્તર પ્રદેશના ઇટાવાના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અખિલ ભારતીય કાયસ્થ મહાસભાના ઈટાવા એકમના પ્રમુખ નરેન્દ્ર રાયજાદાએ ઓનલાઈન એફઆઈઆર નોંધાવી છે.

નરેન્દ્ર રાયજાદાની ફરિયાદ પર અભિનેતા અજય દેવગન સહિત ઘણા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાયઝાદા કહે છે કે કાયસ્થ મહાસભાએ ફિલ્મ થેંકગોડમાં ભગવાન ચિત્રગુપ્તને વિદૂષક (મશ્કરા) તરીકે દર્શાવતા અભદ્ર અને અપમાનજનક ભાષાના ઉપયોગ કરવા પર નારાજગી વ્યક્ત કરતો કેસ દાખલ કર્યો છે.

તેણે જણાવ્યું કે ફિલ્મના નિર્દેશક ઈન્દર કુમાર, નિર્માતા આનંદ પંડિત, અભિનેતા અજય દેવગન, અભિનેત્રી રકુલ પ્રીત સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકીને ભગવાન ચિત્રગુપ્તનું અપમાન કરનારાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. થેન્ક ગોડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

આ ફિલ્મ ઓક્ટોબરમાં દિવાળી પર રિલીઝ થશે. મહાસભા કહે છે કે ભગવાન ચિત્રગુપ્ત મનુષ્યના સારા અને ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે. પરંતુ આ ફિલ્મમાં તેને એક વિદૂષક તરીકે બતાવવામાં આવ્યો છે. એફઆઈઆરમાં ડિરેક્ટર ઈન્દર કુમાર, નિર્માતા આનંદ પંડિત, ભૂષણ કુમાર, અશોક ઠાકરિયા, કૃષ્ણ કુમાર, સુનીલ ખેત્રપાલ તેમજ ફિલ્મના હીરો અજય દેવગન સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી રકુલ પ્રીત સિંહના નામ સામેલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપીએમ મોદીએ મન કી બાતમાં કહ્યુ કે, ચંદીગઢ એરપોર્ટને શહીદ ભગતસિંહનું નામ અપાશે
Next articleફિલ્મ ‘નિકાહ’ રિલીઝના 40 વર્ષ પૂરા થવા પર જાણો રસપ્રદ વાતો…