(GNS),05
ટાઈગર મૃત્યુ પામે ત્યાં સુધી હારતો નથી… આવા ઘણા સંવાદો ટૂંક સમયમાં લોકોના દિલ અને દિમાગમાં છાપ છોડી જવાના છે. સલમાન ખાન દિવાળી પર એટલે કે 12મી નવેમ્બરે તેની ફિલ્મ ટાઈગર 3 રિલીઝ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને તેના ચાહકોમાં જે ક્રેઝ જોવા મળી રહ્યો છે તે મુજબ લાગે છે કે આ ફિલ્મ બોકિસઓફિસ પર ધૂમ મચાવશે. ટાઈગરની સિરીઝ બંને ફિલ્મો એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈને ફેન્સે ખૂબ પસંદ કરી હતી. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી..
આવી સ્થિતિમાં ટાઇગર 3 પાસેથી પણ આવી જ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. આજે તમે એ જાણશો કે ફિલ્મમાં એવી પાંચ બાબતો છે જે આ ફિલ્મને સફળ બનાવી શકે છે. ટાઇગર 3 એ YRF સ્પાઈ યૂનિવર્સની પાંચમી ફિલ્મ છે. મેકર્સે આ ફિલ્મ પર ઘણા પૈસા લગાવ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો તેનું બજેટ 350 કરોડ રૂપિયાથી વધુ છે. મતલબ કે આ સ્પાઈ યૂનિવર્સ ની સૌથી મોંઘી ફિલ્મ બનશે. કારણ કે પઠાણ અને વોર સહિત આ પહેલા આવેલી તમામ ફિલ્મોનું બજેટ આનાથી ઓછું હતું. બજેટને જોતા લાગે છે કે આ ફિલ્મ મોટા પાયે બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં આ ફિલ્મનો આ પ્લસ પોઈન્ટ બની શકે છે..
રિપોર્ટ્સ બતાવે છે કે ટાઈગર એટલે કે સલમાન સિવાય આ યૂનિવર્સના અન્ય બે એજન્ટ પઠાણ (શાહરુખ ખાન) અને કબીર (રિતિક રોશન) પણ ફિલ્મમાં જોવા મળશે. આવી સ્થિતિમાં આ ત્રણેયને ફિલ્મમાં એકસાથે જોવાનું ફેન્સ માટે ખૂબ જ રોમાંચક રહેશે તેમજ શાનદાર હશે. જોરદાર સ્ટોરી અને મોટી સ્ટારકાસ્ટની સાથે જો ફિલ્મમાં સારા લોકેશન હોય તો તે દર્શકો માટે આકર્ષણ બની જાય છે અને જોવાની વધુ મજા આવે છે. ટાઇગર 3નું શૂટિંગ માત્ર દિલ્હી અને મુંબઈમાં જ નથી થયું, તે સિવાય આઉટ ઓફ કન્ટ્રી એટલે કે મુંબઈ, તુર્કી, રશિયા અને ઑસ્ટ્રિયામાં પણ શૂટ કરવામાં આવ્યું છે..
પઠાણની જેમ મેકર્સે પણ આ ફિલ્મ માટે નેગેટિવ રોલમાં મોટા હીરોને લીધો છે. ઈમરાન હાશ્મી વિલન બનીને સલમાનની મુશ્કેલીઓ વધારતો જોવા મળશે. સલમાન Vs ઈમરાનનું કોમ્બિનેશન પણ આ ફિલ્મને ખાસ બનાવવા જઈ રહ્યું છે અને હવે જોવાનું એ રહેશે કે આ બંને હિરો કેટલું કમાલ કરી શકે છે. જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે ઈમરાન હાશ્મીનો અવાજ સંભળાયો હતો અને તે કહેતો જોવા મળ્યો હતો કે, “પાકિસ્તાનમાં તમારું સ્વાગત છે, ટાઈગર.” આનાથી સ્પષ્ટ છે કે અગાઉના બે ભાગ અને પઠાણની જેમ ટાઈગર 3માં પણ ફેન્સને અને દર્શકોને ભારતીય એજન્ટ અને પાકિસ્તાનનો એંગલ જોવા મળશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.