(GNS),21
સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ ટાઈગર 3 એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં સારી કમાણી કરી છે. ફિલ્મનું ઈન્ડિયામાં બોક્સ ઓફિસ નેટ કલેક્શન 250 કરોડની નજીક પહોંચી ગયું છે. દિવાળી પર રિલીઝ થયેલી ટાઈગર 3 આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક સાબિત થઈ છે. ટાઈગર 3 દ્વારા, સલમાન ખાનની ફ્લોપ ફિલ્મોની શ્રેણી પણ સમાપ્ત થઈ ગઈ છે અને તેણે જોરદાર કમબેક કર્યું છે. તો પણ સ્ટોરી એક જ જગ્યાએ અટકી ગઈ છે અને જેનો ડર ‘ટાઈગર 3’ની રિલીઝ પહેલા બધાને સતાવી રહ્યો હતો તે સાચો સાબિત થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મને રિલીઝ થયાને 9 દિવસ જ થયા છે, પરંતુ ફિલ્મ હજુ 250 કરોડ સુધી પહોંચી છે ત્યારે હવે ટાઈગર 3 માટે 500 કરોડનો આંકડો સ્પર્શ કરવો મુશ્કેલ લાગે છે..
બધાને આશા હતી કે જ્યારે પણ સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી મોટા પડદા પર સાથે જોવા મળશે, ત્યારે ઘણા રેકોર્ડ તૂટી જશે. પરંતુ ફિલ્મ માટે મેકર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્ટ્રેટેજી ફિલ્મ માટે સફળ સાબિત ન થઈ શકી. Sacnilkના બોક્સ ઓફિસ રિપોર્ટ અનુસાર, સલમાન ખાનની ફિલ્મે સોમવારે લગભગ 5 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે 9મા દિવસમાં સૌથી ઓછી કમાણી છે. ટાઈગર 3એ રવિવારે 10.82 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ત્યારબાદ હવે ફિલ્મની કમાણીમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. ફિલ્મના કુલ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો તેણે ભારતમાં જ 233 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ભાઈજાનની આ ફિલ્મને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે..
‘ટાઈગર-3’ દિવાળીના દિવસે એટલે કે 12મી નવેમ્બરે રિલીઝ થશે. જો કે તે જ દિવસે ભારતની ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ પણ હતી. ભારતે નેધરલેન્ડ સામે ખૂબ જ સરળતાથી જીત મેળવી હતી, પરંતુ એડવાન્સ બુકિંગમાં શાનદાર કમાણી હોવા છતાં, ફિલ્મ પ્રથમ દિવસે માત્ર 44.50 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી. આ ફિલ્મ માત્ર દિવાળી દરમિયાન જ નહીં પરંતુ ભાઈબીજના દિવસે પણ જંગી નફો કમાવવાની અપેક્ષા હતી, જે હાંસલ થઈ શકી નથી. આખો દેશ જાણે છે કે શાહરૂખ અને સલમાન જો કોઈ ફિલ્મમા દેખાઈ જાય તો બન્નેના ફેન્સ ખુશીના માર્યા પાગલ થઈ જાય છે. સલમાન ખાને પઠાણ ફિલ્મમાં કેમિયો કર્યો હતો જે ફિલ્મ માટે ઘણો હિટ સાબિત થયો હતો પણ ટાઈગર-3માં કેમિયો કર્યો પણ તે કઈ હિટ સાબિત ન થઈ શક્યો આથી બંનેને એકસાથે જોવા માટે ન તો ક્રેઝ હતો કે ન તો ચાહકોની ભીડ એકઠી થઈ હતી, જેની અપેક્ષા હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.