Home મનોરંજન - Entertainment ફિલ્મ ‘કેસરી વીર- લિજેન્ડ ઓફ સોમનાથ’ નું ટીઝર રિલીઝ થયું

ફિલ્મ ‘કેસરી વીર- લિજેન્ડ ઓફ સોમનાથ’ નું ટીઝર રિલીઝ થયું

56
0

(જી.એન.એસ) તા. 15

વિવેક ઓબેરોય, સુનીલ શેટ્ટી અને સૂરજ પંચોલીની મચઅવેટેડ બાયોપિક ‘કેસરી વીર- લિજેન્ડ ઓફ સોમનાથ’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ મેકર્સ તેનું ટીઝર ઓફિશિયલ રીતે રિલીઝ કર્યું છે, જેમાં ફિલ્મની સ્ટોરી ખૂબ જ રસપ્રદ લાગે છે સાથેજ લોકોને પણ ટીઝર પણ ખૂબ ગમી રહ્યું છે.

પેનોરમા સ્ટુડિયોએ સોશિયલ મીડિયા પર ટીઝર શેર કર્યું અને લખ્યું, કેસરીવીર – ધર્મ, આસ્થા અને પવિત્ર ભૂમિ #સોમનાથ #હરહરમહાદેવ, લિજેન્ડ્સઓફ સોમનાથ #અનસંગવોરિયર્સ ની રક્ષા માટેનો યુદ્ધ. 14 માર્ચ, 2025 ના રોજ વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થશે.

આ ફિલ્મ હમીરજી ગોહિલ નામના એક બહાદુર યોદ્ધાની આસપાસ ફરે છે, જે પવિત્ર સોમનાથ મંદિરનું રક્ષણ કરવા અને હિન્દુ ધર્મનું રક્ષણ કરવા માટે તુગલક સામ્રાજ્યની શક્તિ સામે ઉભો રહ્યો હતો. મહાન સંઘર્ષના સમયમાં સેટ કરેલી આ ફિલ્મ ચોક્કસપણે એક મહાન માણસની બહાદુરી, બલિદાન અને દૃઢ નિશ્ચયની સ્ટોરીને સ્ક્રીન પર લાવશે. તેમને ભારતના ઈતિહાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફિલ્મની સ્ટોરી કનુ ચૌહાણે લખી છે, જ્યારે તેનું નિર્દેશન પ્રિન્સ ધીમાન દ્વારા કરવામાં આવ્યું છે. આકાંક્ષા શર્મા આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે.

લગભગ 2 મિનિટ લાંબા આ ટીઝરમાં, લડાઈથી ભરપૂર બતાવવામાં આવ્યું છે. સુનીલ શેટ્ટી અને વિવેક ઓબેરોયના ખતરનાક સ્ટન્ટ્સ અને લોહિયાળ ખેલ જોઈને હેરાન થઈ જશો. ફિલ્મમાં હમીરજી ગોહિલનું પાત્ર સૂરજ પંચોલી ભજવી રહ્યો છે. વિવેક ઓબેરોયે વિલન ઝફર ખાનનો રોલ પ્લે કર્યો છે, જ્યારે વેગડા તરીકે સુનિલ શેટ્ટી સૂરજ પંચોલી સાથે ધર્મના રક્ષણ માટે લડતા જોવા મળશે.

કેસરી વીર: લિજેન્ડ ઓફ સોમનાથ 14 માર્ચ, 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. અન્ય કલાકારોની વાત કરીએ તો, ફિલ્મમાં અરુણા ઈરાની, બરખા બિષ્ટ, કિરણ કુમાર, ભવ્ય ગાંધી અને મીનાક્ષી ચુઘે પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. સૂરજ પંચોલી લગભગ ચાર વર્ષ પછી મોટા પડદા પર પરત ફરશે. તે છેલ્લે 2021 માં આવેલી ફિલ્મ ‘ટાઈમ ટુ ડાન્સ’ માં જોવા મળ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field