(GNS),17
અશ્વિની કલસેકરને ફિલ્મ અને ટીવીની દુનિયામાં આજે કોઇ ઓળખની જરૂર નથી. આ એક્ટ્રેસ તે કલાકારોમાંથી એક છે, જેણે મોટાભાગે સપોર્ટિંગ અને કેરેક્ટર રોલ કરીને ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. અશ્વિની મોટાભાગે નાના પડદે વેમ્પની ભૂમિકામાં જોવા મળી છે. ક્યારેક ‘કસમ સે’માં જીજ્ઞાસા તો ક્યારેક ‘જોધા અકબર’માં ‘મહામંગા’ના કેરેક્ટરમાં સ્ક્રીન પર છવાઇ જવાર આ એક્ટ્રેસ અજય દેવગણ સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. જો તમે કોમેડી ફિલ્મોના શોખીન છે તો તમે અશ્વિની અને અજય દેવગણની જોડીને ઘણીવાર સિલ્વર સ્ક્રીન પર સાથે જોઇ હશે. અશ્વિની કલસેકર ગોલમાલ, ઓલ ધ બેસ્ટ, સિંઘમ રિટર્ન્સ, ખાકી જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. તેણે પોતાના કરિયરમાં ભલે ઘણી સફળતા મેળવી છે પરંતુ તેની પર્સનલ લાઇફમાં ઘણી સંઘર્ષમય રહી. એક્ટ્રેસના પહેલા લગ્ન ફક્ત 4 જ વર્ષમાં તૂટ્યા હતાં. તેણે વર્ષ 1998માં એક્ટર નીતિશ પાંડે સાથે પહેલા લગ્ન કર્યા હતાં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નના થોડા જ મહિનાઓમાં આ કપલ વચ્ચે અણબનાવ શરૂ થઇ ગયો હતો અને ધીમે-ધીમે વાત વણસતી ગઇ. આખરે વર્ષ 2002માં બંને એકબીજાથી અલગ થઇ ગયા. નીતિશ પાંડે સાથે છૂટાછેડા લીધા બાદ એક્ટ્રેસ પોતાની પ્રોફેશનલ લાઇફમાં વ્યસ્ત થઇ ગઇ અને આ દરમિયાન તેની મુલાકાત એક્ટર મુરલી શર્મા સાથે થઇ. મુરલી શર્મા અને અશ્વિની કલસેકરની મુલાકાત ફિલ્મ ડાયરેક્ટર પ્રકાશ ઝાની ફિલ્મ ‘અપહરણ’ના સેટ પર થઇ હતી. ફિલ્મના સેટ પર મળ્યા બાદ બંને નજીક આવ્યા અને એકબીજાના સારા મિત્રો બની ગયા. ધીમેધીમે તેમની મિત્રતાથી શરૂ થયેલો આ સિલસિલો પ્રેમ સુધી પહોંચ્યો અને આ કપલે 2009માં લગ્ન કરી લીધાં. મુરલી અને અશ્વિની ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન અશ્વિનીએ જણાવ્યું કે, તે અને મુરલી એકબીજાના સૌથી મોટા ક્રિટિક છે. તે બંને જ્યારે પણ સાથે કામ કરે છે તો દરેક શોટ બાદ એકબીજાને જણાવે છે કે તેમણે કેવો શોટ આપ્યો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.