Home ગુજરાત ફિલ્મી ઢબ્બે કડી પોલીસે ૩૪૦ લીટર દેશી દારૂ સાથે ૨ વ્યક્તિની અટકાયત...

ફિલ્મી ઢબ્બે કડી પોલીસે ૩૪૦ લીટર દેશી દારૂ સાથે ૨ વ્યક્તિની અટકાયત કરી

37
0

૨૦૨૨ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસ એત્યારથીજ એલર્ટ થઇ ને કામ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ રીતે દારૂની રેલમછેલ ન થાય તે માટે કડક હાથે પગલા ભરી રહી હોય તેવું જાેવા મળી રહ્યું છે. ત્યારે કડી પોલીસે હજુ થોડાક દિવસો અગાઉ લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે કડી છત્રાલ હાઇવે ઉપરથી પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરીને મસ મોટો દેશી દારૂનો જથ્થો ઝડપી બે ઈસમોની ધરપકડ કરી હતી. કડી પોલીસ વિધાનસભાની ચૂંટણીને લઈને રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી.

જે દરમિયાન પોલીસ કડી છત્રાલ હાઇવે ઉપર શેરા તંબુ ચોકી પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, ૧૦ ગાડીમાં દેશી દારૂનો જથ્થો સંતાડેલો છે અને તે ગાડી છત્રાલ તરફ આવી રહી છે. કડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ છત્રાલ હાઈવે ઉપર આવેલા શેરા તંબુ ચોકી પાસે કોરડન કરીને ટીમ ઉભી હતી જે દરમિયાન એક ૧૦ ગાડી પોલીસને શકમંદ લાગતા પોલીસે ઉભી રાખવાની કોશિશ કરતા બુટલેગરે ગાડી ઊભી રાખી ન હતી અને છત્રાલ તરફ ભગાડી મૂકી હતી.

તરત જ પોલીસે ગાડીનો પીછો કરીને ફિલ્મી ઢબ્બે ૧૦ ગાડીને પકડી પાડી હતી અને ત્યારબાદ ગાડીની તલાસી લેતા ગાડીમાં ૧૦ કટ્ટા દેશી દારૂના મળી આવ્યા હતા. પોલીસે ગાડીમાંથી કુલ ૩૪૦ લિટર દેશી દારૂનો કબજાે મેળવ્યો હતો. તેમજ સ્થળ ઉપરથીજ દેશી દારૂનો જથ્થો લઈને જતા શૈલેષ પંચાલ રહે.

અમદાવાદ અને ધવલ ત્રિવેદી રહે. અમદાવાદની પોલીસે ધરપકડ કરી હતી. કડી પોલીસે દેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ. ૩ લાખ ૨૧ હજાર ૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field