Home ગુજરાત ફાયર સેફ્ટી અને બીયુ પરવાનગી વગર ચાલતી રાજકોટની 100 અને સુરતની 240થી વધુ...

ફાયર સેફ્ટી અને બીયુ પરવાનગી વગર ચાલતી રાજકોટની 100 અને સુરતની 240થી વધુ શાળાઓ સીલ

43
0

(જી.એન.એસ) તા. 7

રાજકોટ/સુરત,

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ ની ઘટના બાદ સરકાર ના કડક આદેશ મુજબ તમામ વિભાગો એક્શનમાં આવી ગયા છે જેથી કરીને આવનાર સમયમાં આવી દુઃખદ દુર્ઘટના ફરી ન સર્જાય. ગુજરાતમાં 13 જૂનથી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યુ છે. એટલે કે શાળાઓ ખૂલવાને એક અઠવાડિયાની પણ વાર નથી. ત્યારે તંત્રની તવાઈના પગલે વિવિધ જીલ્લાઓમાં શાળાઓ સીલ કરવામાં આવી રહી છે.

સુરત પાલિકા દ્વારા જ રેકોર્ડ બ્રેક 240થી વધુ શાળાઓ સીલ કરવામાં આવી છે. આ તરફ અમદાવાદમાં 9 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી શાળાઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી છે. આ તરફ વડોદરામાં શહેરના ચાર ઝોનમાં ચાલતી 25 પ્રિ સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે. રહેણાંક વિસ્તારોમાં કમર્શિયલ વપરાશને લીધે સ્કૂલોને સીલ કરાઈ છે. તો ફાયર સેફ્ટી અને BU પરવાનગી વગર ચાલતી શાળાઓ પર પણ તવાઈ બોલાવાઈ છે. બીજી તરફ રાજકોટમાં પણ 100 જેટલી શાળાઓને સીલ મારી દેવાતા શાળા સંચાલોકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ બાબતે અમદાવાદમાં પણ શાળા સંચાલકોનું કહેવું છે કે કોઈપણ કાર્યવાહી પહેલાં તંત્રએ નોટિસ આપવી જરૂરી છે. તો બીજી તરફ ફાયર સેફ્ટી અંગે બહાર પાડેલા પરિપત્ર અંગે તંત્રમાં જ સંકલનનો અભાવ હોવાના મુદ્દા પણ ઊઠી રહ્યા છે.

રાજકોટમાં આરએમસી કચેરી ખાતે શાળા સંચાલક મંડળ વિરોધ નોંધાવવા ઉમટ્યું હતું. સંચાલકોનું કહેવું છે કે તેમણે 2021ના નિયમો મુજબ ફાયર સેફ્ટીના સાધનો લગાવેલા જ છે. પરંતુ તેમને વર્ષ 2023ના ફાયર સેફ્ટીના નવા નિયમોની તંત્ર દ્વારા જાણ જ કરવામાં નથી આવી.

જો કે, હાઈકોર્ટના હુકમ બાદ સુરત પાલિકાએ કડકાઈ વર્તાવતા રેકોર્ડ બ્રેક 250 શાળાઓને સીલ કરી દીધું છે. પણ, બીજી તરફ શાળાઓના પણ અનેક મુદ્દા છે. તેને સાંભળ્યા વિના આ રીતની કાર્યવાહીથી શાળા સંચાલકો ચિંતામાં છે. બીજી તરફ જો સમયસર શાળાઓ ખલવામાં ન આવે તો વિદ્યાર્થીઓને જ તેનો ભોગ બનવાનો વારો આવી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field