(જી.એન.એસ),તા.૧૫
હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ફાઈટરનું ટીઝર તેની રિલીઝ સાથે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું છે. ફિલ્મમાં હૃતિક રોશનના પાત્રનું નામ શમશેર પઠાનિયા છે. મીડિયા રિપોર્ટ મુજબ અભિનેતાએ ફિલ્મમાં કામ કરવા માટે મોટી ફી લીધી છે ત્યારે ચાલો જાણીએ આ ફિલ્મમાં રોલ કરવા માટે કોણે કેટલી ફી લીધી છે. હૃતિક રોશન મોસ્ટ પોપ્યુલર એક્ટર છે તેના ઘણી ફિલ્મોમાં જબરદસ્ત એક્ટિંગથી ફેન્સના દિલ જીતી લીધા છે. રિપોર્ટ અનુસાર, રિતિક રોશને આ ફિલ્મ માટે 50 કરોડ રૂપિયા ફી લીધી છે. ફાઈટરમાં દીપિકા પાદુકોણ મીનલ રાઠોડ ઉર્ફે મીનીના રોલમાં જોવા મળી રહી છે. ટોકિઝકોર્નરના અહેવાલ મુજબ તેણે 15 કરોડ રૂપિયા ફી લીધી છે..
અનિલ કપૂર પણ ફાઈટરનો એક ભાગ છે અને તેને 7 કરોડ રૂપિયા મળ્યા છે. અનિલે ગ્રુપ કેપ્ટન રાકેશ જય સિંહ ઉર્ફે રોકીની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ અભિનેતા એનિમલમાં જોવા મળ્યો હતો, જેમાં તે બલબીર સિંહના રોલમાં જોવા મળ્યો હતો. કરણ સિંહ ગ્રોવરને ફાઈટર માટે 2 કરોડ રૂપિયા મળ્યા છે. કરણે ઘણી સિરિયલોમાં કામ કર્યું છે અને તે જાણીતો ટીવી એક્ટર છે. દીપિકા પાદુકોણ અને રિતિક રોશન પહેલીવાર ફાઈટરમાં સાથે જોવા મળશે. ટીઝરમાં તેમની સિઝલિંગ કેમિસ્ટ્રીએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. ચાહકો તેમની જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફાઈટર 25 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ એરિયલ એક્શન ફિલ્મ છે. ફિલ્મનું ટીઝર જોયા બાદ ચાહકો ફિલ્મને મોટા પડદા પર જોવાની રાહ જોઈ રહ્યા છે. રિતિક રોશન છેલ્લે વિક્રમ વેધા ફિલ્મમાં જોવા મળ્યો હતો. જોકે દર્શકોએ તેને ટાઈગર 3માં કેમિયો રોલમાં જોયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.