Home Video ફાઇટર પ્લેન રહેણાંક વિસ્તાર પડ્યું, 17 એપાર્ટમેન્ટ ચપેટમાં

ફાઇટર પ્લેન રહેણાંક વિસ્તાર પડ્યું, 17 એપાર્ટમેન્ટ ચપેટમાં

87
0

યૂક્રેન પર રશિયાના હવાઇ હુમલા વચ્ચે તેનું એક સુખોઇ Su-34 ફાઇટર જેટ સોમવારે રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઇ ગયું. એન્જીનમાં ખરાબીના લીધે આ અકસ્માત યૂક્રેન નજીક સીમાની નજીક યેસ્ક (Yeysk) પોર્ટ રહેણાંક વિસ્તારમાં થયો, જે અજોવ સાગર પર એક મહત્વપૂર્ણ સૈન્ય અડ્ડા છે. દક્ષિણી રશિયા શહેર યેસ્કમાં રશિયન વાયુસેનાનો એરબેગ પણ છે, જ્યાંથી યૂક્રેન પર હુમલા માટે સતત ઉડાનો ભરવામાં આવી રહી છે.

ન્યૂઝ એજન્સીઓના રિપોર્ટ અનુસાર અકસ્માતની ચપેટમાં આવીને ઓછામાં ઓછા 17 રહેણાંક એપાર્ટમેન્ટ ક્ષતિગ્રસ્ત થયા છે. જેમાંથી એક બિલ્ડીંગના ઘણા માળમાં આગ લાગી ગઇ છે. મોડી રાત સુધી આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. નુકસાનની સંખ્યા હજુ સુધી સ્પષ્ટ થઇ નથી. રશિયન રક્ષા મંત્રાલયના નિવેદનમાં દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે Su-34 ફાઇટર જેટની ઉડાન ભરતી વખતે તેના એક એન્જીનમાં આગ લાગી ગઇ અને તે ક્રેશ થઇ ગયું.

જેટ વિમાનના ક્રેશ થતાં પહેલાં તેમાં સવાર બંને પાયલોટ ઇમરજન્સી ઇજેક્ટની મદદથી સુરક્ષિત બહાર નિકળી ગયા, પરંતુ વિમાન સીધું એક રહેણાંક વિસ્તારમાં પડ્યું. આ નિવેદનમાં આ અકસ્માતના કારણે મરનાર ને ઘાયલ થનારાઓની સંખ્યાની જાણકારી આપવામાં આવી નથી. ક્રાસનોડાર રીઝન (Krasnodar region) ના રીજનલ ગવર્નાર વેનિયામિન કોંદ્રાત્યેવ (Veniamin Kondratyev) એ પણ અકસ્માતની પુષ્ટિ કરી. યેસ્ક શહેર આ રીઝનમાં આવે છે.

કોંદ્રાત્યેવએ ટેલિગ્રામ પોસ્ટમાં કહ્યું કે આ અકસ્માતમાં પ્રાથમિક રીત ઓછામાં ઓછા 17 એપાર્ટમેન્ટ્સને નુકસાન થવાની જાણકારી મળી છે. જેમાંથી એક 9 માળની મલ્ટી સ્ટોરી એપાર્ટમેન્ટના ઘણા માળ પર આગ લાગી ગઇ છે. ઇમરજન્સી સર્વિસના લોકો આગ ઓલવવા માટે જોડાયેલા છે. મૃતકો અથવા ઘાયલોની સંખ્યાની જાણકારી તેમને પણ આપી નથી. તેમણે લખ્યું કે મૃતકો અને ઘાયલોની શોધખોળ ચાલી રહી છે.

જોકે અકસ્માત બાદ સામે આવેલા કેટલા વિડિયો ફૂટેજમાં એક બિલ્ડીંગની ઘણા માળ પર એકદમ ભીષણ આગ લાગેલી જોવા મળી રહી છે. તેને જેટ વિમાન ટકરાવવાથી લાગેલી આગ કહેવામાં આવી રહ્યું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅંતરિક્ષમાં ભારતીય વૈજ્ઞાનિકોએ આ શું શોધી કાઢ્યું કે, જોઈને દંગ રહી ગઈ દુનિયા
Next articleવરૂણ ગાંધીએ એક બાળકીનો વીડિયો શેર કરી પોતાની પાર્ટીને ઘેરી, આ છે સમગ્ર મામલો