યુનાઈટેડ એરલાઈન્સની એક ફ્લાઈટથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે આ ફ્લાઈટમાં એક વ્યક્તિએ મેજિક મશરૂમ (Magic Mushroom) ખાઈ લીધુ હતું. ત્યારબાદ પેસેન્જર નશામાં ધૂત થઈ ગયો. નશાની હાલતમાં જ તેણે પ્લેનમાં હાજર લોકોના નાકમાં દમ કરી નાખ્યો હતો. અત્રે જણાવવાનું કે આ ફ્લાઈટ વોશિંગ્ટન એરપોર્ટ જઈ રહી હતી. મીડિયા રિપોર્ટ મુજબ વ્યક્તિ પ્લેનમાં દોડાદોડ કરી રહ્યો હતો. કોકપિટની પાસે તાળીઓ વગાડતો હતો અને અભદ્ર વાતો પણ કરતો હતો.
અત્રે જણાવવાનું કે મેજિક મશરૂમ પર પ્રતિબંધ મૂકાયો છે. કારણ કે તેનું સેવન ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ ડ્રગ્સ પેનિક એટેક, મેન્ટલ ડિસઓર્ડર અને હેલુસિનેશન(Hallucinations) જેવી સ્થિતિ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. વ્યક્તિનું નામ ચેરી લોગાન સેવિલા હોવાનું કહેવાય છે. વ્યક્તિએ બાથરૂમમાં જઈને તોડફોડ પણ કરી અને જ્યારે પ્લેનમાં બેઠેલા એક પિતા અને પુત્રીએ તેનો વિરોધ કર્યો કર્યો તે વ્યક્તિએ છોકરીનો હાથ પકડી લીધો.
વ્યક્તિ પ્લેનના ફ્લોર પર આળોટવા લાગ્યો તો એક ક્રુ મેમ્બરે તેને સીટ પર બેસી જવાનું કહ્યું પરંતુ ચેરીએ એ વાત પર ક્રુના બે સભ્યો સાથે મારપીટ પણ કરી. આવી હરકતો જોઈને અન્ય પેસેન્જર્સ તો દંગ જ રહી ગયા. ફ્લાઈટ લેન્ડ થતા જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી. પૂછપરછ દરમિયાન વ્યક્તિએ એ વાતનો સ્વીકાર કર્યો કે તે મેજિક મશરૂમના કારણે નશામાં ચૂર હતો. વ્યક્તિએ તેનું સેવન ફ્લાઈટ ઉડી તે પહેલા કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ મામલે વ્યક્તિને 4 મહિનાની સજા થઈ છે. જો કે વ્યક્તિએ પોતાના આ વર્તન બદલ માફી પણ માંગી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.