63 કલાક માટે મેગા બ્લોક રહેશે, મુંબઈના લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતાં લોકોને થોડી હલકી ભોગવવી પડશે
(જી.એન.એસ) તા. 30
મુંબઈ,
મધ્ય રેલવે મુંબઈ નેટવર્ક પર પ્લેટફોર્મ વિસ્તરણનું કામ કરવામાં આવશે અને આ માટે 30મી મેની રાત્રિથી આગામી 63 કલાક માટે મેગા બ્લોક રહેશે. આ સમયગાળા દરમિયાન લોકલ અને લાંબા અંતરની ટ્રેન સેવાઓને ખરાબ અસર થવાની સંભાવના છે. થાણે અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલ્વે સ્ટેશનોના વિસ્તરણ માટે ગુરુવાર રાતથી મેગા બ્લોક કરવાનું નક્કી કર્યું છે. 63 કલાકના આ મેગા બ્લોકની શરૂઆત 30-31 મેની રાત્રે થાણેથી થશે. આ 30-31 મેના રોજ રાત્રે 00.30 વાગ્યાથી 2 જૂનના રોજ 15.30 વાગ્યા સુધી રહેશે. મધ્ય રેલવે અનુસાર મેગા બ્લોક દરમિયાન કુલ 930 લોકલ ટ્રેન રદ્દ કરવામાં આવશે. 31 મેના રોજ 161, 1 જૂનના રોજ 534 અને 2 જૂનના રોજ 235 ટ્રેન બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન થાણે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 અને 6 ને મોટું કરવાનું કામ કરવામાં આવશે. જ્યારે CSMTના પ્લેટફોર્મ નંબર 10 અને 11ના વિસ્તરણ માટે 31મી મેની રાતથી 36 કલાકનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોક 2 જૂને બપોરે 12.30 વાગ્યા સુધી રહેશે.
ત્રણ દિવસ સુધી ચાલનારા આ કામને કારણે લોકલ ટ્રેનોની સાથે લાંબા અંતરની ટ્રેનોને પણ અસર થશે. લાંબા અંતરની ઘણી ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવશે. કોંકણ જતી ટ્રેનો પનવેલ સ્ટેશનથી ઉપડશે. બ્લોક દરમિયાન મોટાભાગની લોકલ ટ્રેન સેવાઓ સીએસએમટીને બદલે દાદર અથવા ભાયખલા સુધી જ જશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.