Home રમત-ગમત Sports પ્રો કબડ્ડી સિઝન 10ના સૌથી મોંઘા ટોપ 5 પ્લેયર વિષે જાણો..

પ્રો કબડ્ડી સિઝન 10ના સૌથી મોંઘા ટોપ 5 પ્લેયર વિષે જાણો..

41
0

(જી.એન.એસ),તા.૧૨

હાલમાં જે પ્રો કબડ્ડી લીગ સીઝન 10 ચાલી રહી છે જેમાં અનેક ખેલાડીઓ પોતાની ટીમ માટે પોતાનું સારામાં સારું પરફોર્મ કરીને બતાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી પોઈન્ટ ટેબલ પર કોઈ ટીમ ટોપ પર છે તો તે ગુજરાત જાયન્ટ્સ છે. ત્યારે આજે આપણે આ સિઝનના કબડ્ડીના સૌથી મોંઘા પ્લેયરની વાત કરવા જઈ રહ્યા છે જેમની બોલી લાખોમાં નહીં પણ કરોડોમાં બોલાઈ છે..

પહેલું નામ છે પવન સેહરાવત – તેલુગુ ટાઇટન્સ : PKL 10માં સૌથી મોંઘા ખેલાડી હાઈ-ફ્લાઈંગ રાઈડર પવન સેહરાવત PKL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. આ સીઝનમાં તેને તેલુગુ ટાઇટન્સે રૂ. 2 કરોડ, 60 લાખ અને 50 હજારની મોટી કિંમતે ખરીદ્યો છે. પવન સેહરાવતની બોલી સીધી 1 કરોડથી લાગી હતી.. બીજું નામ છે મોહમ્મદરેઝા શાદલુ – પુનેરી પલ્ટન : ઈરાનનો સ્ટાર ઓલરાઉન્ડર મોહમ્મદરેઝા શાદલુ PKL 10માં સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને છે. તે તેની ત્રીજી પીકેએલ સિઝન દરમિયાન લીગના ઈતિહાસમાં બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો. 10મી સીઝનની હરાજી દરમિયાન તેને 2 કરોડ 35 લાખ રૂપિયાની મોટી રકમથી ખરીદવામાં આવ્યો હતો.. ત્રીજું નામ છે મનિન્દર સિંહ – બંગાળ વોરિયર્સ : બંગાળ વોરિયર્સના કેપ્ટન મનિન્દર સિંહે આ સિઝનમાં ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે બંગાળ વોરિયરનો આ પ્લેયર 2 કરોડ 12 લાખ રૂપિયા સાથે ત્રીજા નંબરનો સૌથી કિંમતી પ્લેયર રહ્યો છે. મનિન્દર સિંહ એક મહાન ખેલાડી છે અને તેણે બંગાળ વોરિયર્સને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. હવે જોવાનું એ રહે છે કે પ્રો કબડ્ડી 10માં તે નવી ટીમ સાથે શું અજાયબી બતાવે છે. ચોથું નામ છે ફઝલ અત્રાચલી – ગુજરાત જાયન્ટ્સ : સ્ટાર ડિફેન્ડર ફઝલ અત્રાચલી 10મી સીઝનની હરાજીમાં ગુજરાત જાયન્ટ્સે જોરદાર બોલી લગાવી અને તેને 1 કરોડ 60 લાખ રૂપિયા સાથે ચોથા નંબરનો સૌથી મોંઘો પ્લેયર છે અને.. છેલ્લું પાંચમું નામ છે સિદ્ધાર્થ દેસાઈ- હરિયાણા સ્ટીલર્સ: પ્રો કબડ્ડી લીગના સર્વશ્રેષ્ઠ રેઇડર્સમાંના એક સિદ્ધાર્થ દેસાઈને હરિયાણા સ્ટીલર્સે 10મી સીઝનની હરાજી દરમિયાન રૂ. 1 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. સિદ્ધાર્થ દેસાઈ પ્રો કબડ્ડી લીગના અનુભવી રેઈડર્સમાંથી એક છે અને તેણે ઘણા મહત્વપૂર્ણ રેકોર્ડ તોડ્યા છે.જે PKL ઈતિહાસમાં 50 રેઈડ પોઈન્ટ્સ સુધી પહોંચનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો હતો. તેણે માત્ર ચાર મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅંડર-19 એશિયા કપમાં ભારતની જીત, નેપાળને 10 વિકેટે હરાવ્યું
Next articleભૂપેન્દ્ર પટેલની સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ