આણંદ પાસેના બાકરોલમાં પાંચ વર્ષ પહેલાં સગીર ભાઈ તેની બહેનને ગામના જ યુવક સાથે જોઈ જતાં યુવકે તેનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. વધુમાં તેના મૃતદેહને ઝાંડી-ઝાંખરામાં ફેંકી દીધો હતો. આ સમગ્ર કેસમાં આણંદ જિલ્લા કોર્ટે આરોપીને તકશીરવાર ઠેરવી આજીવન જેલ અને દંડની સજા ફટકારી હતી.સમગ્ર બનાવની હકીકત એવી છે કે, આણંદના બાકરોલમાં આવેલી શાંતિકુંજ સોસાયટીમાં અલ્પેશભાઈના મકાનના ઉપરના માળે અમન અશોકભાઈ પંચાલ નામનો 19 વર્ષનો યુવાન ભાડેથી રહેતો હતો અને મિસ્ત્રી કામ કરતો હતો. તેને કોલોનીમાં રહેતી એક સગીરા સાથે પ્રેમ થયો હતો.
આ બંને જણા ચોરી છુપીથી મળતા હતા. જોકે, એક સમયે સગીરાનો 11 વર્ષીય ભાઈ દીપ ઉર્ફે ભયલું ઉર્ફે કનૈયો બંનેને જોઈ ગયો હતો. વધુમાં આ વાતને તે ઘરે કહી દેશે તેવું તેણે કહ્યું હતું. જેન પગલે પ્રેમી-પંખીડા ગભરાઈ ગયા હતા. વર્ષ 2017માં 27મી સપ્ટેમ્બરના રોજ સાંજે દીપ ઉર્ફે ભયલુ સાયકલ લઈને નીકળ્યો હતો. એ સમયે અમને લાગ જોઈન તેને લાલચ આપી હતી અને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં તેણે ગળું દબાવી પ્રેમિકાના ભાઈની હત્યા કરી દીધી હતી. વધુમાં તેના મૃતદેહને ઝાંડી-ઝાંખરામાં છુપાવી દીધો હતો.
બીજી તરફ, મોડી સાંજ સુધી બાળક તેના ઘરે પરત ન આવતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસમાં તેની સાયકલ એક દિવાલ પાસેથી મળી આવી હતી. તેના ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પૂછપરછમાં તે વાળ કપાવવા ગયો હોવાની અને તેને છેલ્લી વાર અમન સાથે જોયો હોવાની જાણ ગ્રામજનોએ કરી હતી. દરમિયાન, ગ્રામજનોએ તેનો મૃતદેહ ઝાંડી-ઝાંખરામાંથી મળ્યો હોવાની જાણ કરી હતી.
પોલીસે આ બનાવમાં હત્યા, એટ્રોસીટી, પુરાવાના નાશની કલમનો ઉમેરો કરી અમન પંચાલની ધરપકડ કરી હતી. જેમાં તેણ સમગ્ર હકીકત કબુલી હતી. પોલીસે તપાસ પૂર્ણ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં સરકારી વકીલે 20 સાક્ષીઓ તપાસ્યા હતા અને 26 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
જે કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપી અમન પંચાલને હત્યા, પુરાવાના નાશ સહિતની કલમમાં ગુનેગાર ઠેરવી આજીવન જેલ અને રૂપિયા 2500નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુક્મ કર્યો છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.