Home મધ્ય ગુજરાત અમદાવાદ પ્રિન્સિપાલની ઓફિસ બહાર એબીવીપીની હનુમાન ચાલીસા, જયશ્રી રામના નારા લગાવતાં માફીપત્ર લખાવ્યાનો...

પ્રિન્સિપાલની ઓફિસ બહાર એબીવીપીની હનુમાન ચાલીસા, જયશ્રી રામના નારા લગાવતાં માફીપત્ર લખાવ્યાનો આક્ષેપ

30
0

અમદાવાદની જીએલએસ યુનિવર્સીટી કેમ્પસમાં આવેલી એચ.એ કોમર્સ કોલેજમાં જય શ્રી રામના નારાને લઈને વિવાદ સામે આવ્યો છે.વિદ્યાર્થીઓએ કોલેજમાં લેક્ચર બાદ જય શ્રી રામના નારા લગાવ્યા હતા જે માટે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે ન્યુનસન્સ ફેલાવવા માટે માફી પત્ર લખાવ્યો હતો.સમગ્ર મામલે એબીવીપીએ પ્રિન્સિપાલ ઓફિસની બહાર હનુમાન ચાલીસા કરી વિરોધ નોંધાવ્યો છે. એચ.એ કોમર્સ કોલેજમાં 2 દિવસ અગાઉ બીકોમ સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓ લેક્ચર પૂરો થયા બાદ જય શ્રી રામના લગાવી રહ્યા હતા.આ નારા લગાવતા એક પ્રોફેસર ક્લાસમાં આવ્યા હતા. 5 વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યા હતા.

એચ.એ કોલજના પ્રીન્સિપાલ સંજય વકીલે આ મામલે વિદ્યાર્થીઓને કહ્યું કે તમે ન્યુનસન્સ ફેલાવી રહ્યા છો તમે માફી પત્ર આપો નહિ તો રસ્ટીકેટ કરવામાં આવશે જેથી 5 વિદ્યાર્થીઓએ પોતાનાં નામ સરનામાં સાથે પ્રિન્સિપાલના નામે માફી પત્ર લખ્યો હતો. માફી પત્રમાં વિદ્યાર્થીઓ પાસે લખાવ્યું હતું કે અમે વર્ગખંડમાં જય શ્રી રામ બોલીને ગેરવર્તન કર્યું છે અમે જય શ્રી રામ બોલ્યા જેથી વર્ગખંડમાં તકલીફ થઇ છે.અમે નારા લગાવ્યા તે બદલ માફી માંગીએ છીએ.આ પત્ર લખાવીને ફરીથી વર્ગમ જય શ્રી રામન નારા ના લગાવવા વિદ્યાર્થીઓ પાસેથી ખાતરી લેવામાં આવી હતી. આ સમગ્ર મામલે એબીવીપી ને જાણ થતાં એબીવીપી એ કોલેજમાં ઉગ્ર વિરોધ કર્યો હતો.

ભગવાનના નામ બોલવા માટે માફી પત્ર લખવતા એબીવીપી એ માફી પત્ર લખવનાર પ્રિન્સિપાલ સંજય વકીલની કેબિન બહાર બેસીને હનુમાન ચાલીસા કરી હતી.એબીવીપી ના કાર્યકરોએ પ્રિન્સિપાલનો વિરોધ પણ કર્યો હતો.જોકે બાદમાં પ્રિન્સિપાલ પોતાની ભૂલ સ્વીકારી હતી અને એબીવીપી ના કાર્યકરો સાથે પોતે હાથ ઊંચો કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા. એચ.એ કોલેજના વિદ્યાર્થી શિવમ બંસલે જણાવ્યું હતું કે અમે લેક્ચર પહેલા જય શ્રી રામના લગાવ્યા હતા તો અમને પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યા હતા.

બીજા વિદ્યાર્થીઓ ડરી ગયા એટલે તે સમયે અમે માફી પત્ર આપી દીધો હતો.અમે નારા લગાવીને ખોટું કામ નથી કર્યું. એબીવીપી ના જીએલએસ યુનિવર્સીટીના ઉપપ્રમુખ ચાહત ઠાકોરે જણાવ્યું હતું કે ભગવાનનું નામ લેવામાં પ્રિન્સિપાલ માફી પત્ર લખાવે તે ના ચલાવી લેવાય. પ્રિન્સિપાલનો અમે ઉગ્ર વિરોધ કર્યો હતો.

પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી છે.આ અંગે એચ.એ કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સંપર્ક થઈ શક્યો નહતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં ત્રણ શખ્સોએ ત્રણેય યુવકના અપહરણ કરી રૂ.1 લાખની ખંડણી માગી, ત્રણ ઝડપાયા
Next articleસચિન જીઆઇડીસીમાં ઝાડ પર લટકતો યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ આદરી