Home ગુજરાત પ્રાકૃતિક કૃષિમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ...

પ્રાકૃતિક કૃષિમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ ૨૨ સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કર્યા

28
0

રાજ્ય પાટનગર – ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ ૨૨ સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા.

આ એમ.ઓ.યુ. પર્યાવરણ અને જનઆરોગ્યને બરબાદ થતાં બચાવવા માટેના એમ.ઓ.યુ. છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

(જી.એન.એસ),તા.૧૭

ગાંધીનગર,

પ્રાકૃતિક કૃષિમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ કાર્ય માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ૨૨ સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. આ એમ.ઓ.યુ.થી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધશે, વિવિધ સંશોધનો થશે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા પણ વધુ સુદ્રઢ થશે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી અને એમઓયુ કરનાર ૨૨ સંગઠનોને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, આપે કરેલા એમ.ઓ..યુ સામાન્ય એમ.ઓ.યુ. નથી. આ પર્યાવરણની રક્ષાના એમ.ઓ.યુ. છે. જળ વ્યવસ્થાપનના એમ.ઓ.યુ. છે. ધરતીની ફળદ્રુપતા વધારવા માટેના એમ.ઓ.યુ. છે. ભારતીય નસલની દેશી ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટેના એમ.ઓ.યુ. છે. ખેડૂતોને અને જનઆરોગ્યને બરબાદ થતાં બચાવવા એમ.ઓ.યુ. છે. એક પ્રાકૃતિક ખેતીથી અનેક લાભ છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ  કહ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ માટે ૨૪% જવાબદાર રાસાયણિક ખેતી છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડના બેફામ ઉપયોગથી ફળ, શાકભાજી, અનાજ દૂષિત થઈ ગયા છે, પરિણામે જીવલેણ રોગો વધ્યા છે અને જન આરોગ્ય પર ગંભીર અસરો થઈ છે. જમીનની ફળદ્રુપતા સાવ ઓછી થઈ ગઈ છે. ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી આ તમામ પરેશાનીનો પર્યાય છે. જો પદ્ધતિસર પ્રમાણિકતાથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો સાવ નજીવા ખર્ચમાં, પ્રથમ વર્ષથી જ પૂરતું અને ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદન મળતું થઈ જાય છે. તેમણે વહેલામાં વહેલી તકે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા સૌને અનુરોધ કર્યો હતો. આ એમ.ઓ.યુ.થી સમાજમાં વિશેષ જાગૃતિ આવશે અને ખેડૂતોની તથા લોકોની માનસિકતા બદલાશે એમ તેમણે કહ્યું હતું.

રાજભવનમાં આયોજિત આ સમારોહમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટીંબડિયાએ ૨૨ એમઓયુની વિગતો આપી હતી. આ પ્રસંગે મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠ, રાહુરી, મહારાષ્ટ્રના કુલપતિ શ્રી ડૉ‌. પી. જી. પાટીલ, કૃષિ નિયામક શ્રી એસ. જે. સોલંકી, આત્માના નિયામક શ્રી પ્રકાશ રબારી, પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક મહાત્મા શ્રી પ્રફુલભાઈ સેંજલીયા, બાગાયત નિયામક શ્રી ડૉ. પી. એમ. વઘાસિયા અને વિવિધ સંસ્થાઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકચ્છી સુકા મેવા તરીકે ઓળખ ધરાવતી ખારેકને જીઆઈ-ટેગ:કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
Next articleમુખ્યમંત્રીશ્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન- વેચાણ