Home ગુજરાત ઉત્તર ગુજરાત પ્રાંતિજ ટાઉનહોલના કરોડો રૂપિયા પાણીમાં ગયા, સામાજિક મહિલા કાર્યકરે ચીફ ઓફિસરને સ્થિતિથી...

પ્રાંતિજ ટાઉનહોલના કરોડો રૂપિયા પાણીમાં ગયા, સામાજિક મહિલા કાર્યકરે ચીફ ઓફિસરને સ્થિતિથી વાકેફ કર્યા

6
0

(જી.એન.એસ) તા.૨૦

સાબરકાંઠા,

કરોડોનો ખર્ચ છતાંય ટાઉન હોલ પૂરો ન થયો અને એ.સી. ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ સહિતની વોરટી ગેરંટી પણ પૂર્ણ થઈ ત્યારે હાલ તો કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા સામાજિક મહિલા કાર્યકર દ્રારા ટાઉનહોલની અવદશા જોઈને પાલિકા ખાતે દોડી જઇ ચીફ ઓફિસરને સ્થળ ઉપર લઈ જઈ ટાઉનહોલની દયનીય સ્થિતિથી વાકેફ કર્યા તો કરોડોનો ખર્ચ છતાંય ટાઉન હોલ પૂરો ન થયો અને એ.સી. ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ સહિતની વોરટી ગેરંટી પણ પૂર્ણ થઈ ત્યારે હાલ તો કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વૃંદાવન સોસાયટી ખાતે રહેતા અને સામાજિક કાર્યકર રેખાબેન સોલંકી દ્રારા એક અરજદારને પાલિકા દ્રારા લગ્નના દાખલા માટે પડતી મુશ્કેલીઓ તથા રોડ, રસ્તા, સફાઇ, પાણીની સમસ્યા તથા ભાંખરીયા બસસ્ટેશન પાસે છેલ્લા 13 વર્ષથી બની રહેલ ટાઉનહોલની દયનીય દશાને લઈને પ્રાંતિજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી અને તેવોએ તેઓની સાથે ટાઉનહોલ જોવા લઈ ગયા હતા. જયા ટાઉનહોલમાં રૂમે રૂમ ચુલાઓ જોવા મળ્યા હતા અને ટાઉનહોલ જાણે મજૂરોને ભાડે આપ્યો હોય તેવું સ્પષ્ટપણે જણાઇ આવ્યું હતું, તો ટાઉનહોલની અંદરના ભાગે જ્યાં જુઓ ત્યાં દેશીદારૂની પોટલીઓ તથા બોટલો જોવા મળી હતી, તો ટાઉનહોલમાં લાગેલ એ.સી. ઇલેક્ટ્રોનિક મોટરો સહિતની વોરટી ગેરંટી પણ પૂર્ણ થઈ ગઈ છે તો બેઠક સીટોની અડધી ગાદીઓ ચોરાઈ ગઈ હોય તેવું જણાઇ આવે છે તો નીચે પાથરેલ લાલ જાજમ ઉપર એક ફૂટથી વધારે ધૂળના થર જામ્યા હતા. દરવાજા બારીના કાચ પણ તૂટી ગયા છે અને અસામાજીક તત્વોનો અડ્ડો હોય તેવું સ્પષ્ટપણે જણાઇ આવે છે તો આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર રોશનીબેન પટેલને પુછતા તેઓએ જણાવ્યું કે આ મારા જાણ બહાર છે અને આજે ખબર પડતા અમે આ બાબતે તાત્કાલિક કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોર્યુ છે અને ખાલી કરવાનુ પણ કરી દીધું છે ત્યારે હાલ તો કરોડોના ખર્ચે બનેલ ટાઉનહોલમાં માત્ર હાલ તો ખાલી ટકચર કામ આવે તેમ છે અને મોટા ભાગનું ઇન્ટિરિયરનું કામ ફેલ થયું હોય તેમ હાલ તો લાગી રહ્યું છે ત્યારે હાલ તો ટાઉનહોલ પૂરેપુરો તૈયાર ન થતા નગરજનોને લાભ ના મળ્યો પણ અસામાજીક તત્વો માટે તો હાલ આ ટાઉનહોલ આશીર્વાદ રૂપ હોય તેમ તેવોનો અડ્ડો બની ગયો હોય તેમ સ્પષ્ટ પણે જણાઇ આવે છે ત્યારે હવે પાલિકાની આંખો ખૂલશે કે પછી હજુય હોતા હે ચલતા હે જેવી સ્થિત જોવા મળશે એતો હવે જોવું રહ્યું

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field