Home ગુજરાત ઉત્તર ગુજરાત પ્રાંતિજના મજરા પાસે અમદાવાદથી હિંમતનગર જઈ રહેલી આઇસરમાં આગ લાગતા વાહનચાલકનું કરુણ...

પ્રાંતિજના મજરા પાસે અમદાવાદથી હિંમતનગર જઈ રહેલી આઇસરમાં આગ લાગતા વાહનચાલકનું કરુણ મોત

19
0

(જી.એન.એસ) તા. 11

(જિતેન્દ્ર ઉપાધ્યાય)

સાબરકાંઠા,

પ્રાંતિજના મજરા પાસે અમદાવાદથી હિંમતનગર જઈ રહેલી આઇસરમાં અકસ્માત બાદ આચનકજ આગ લાગતા વાહનચાલકનું કરુણ મોત થયું હતું. અજાણ્યા વાહન સાથે ટક્કર બાદ આઇસરમાં આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાબરકાંઠાના આઇસરમાં અજાણ્યા વાહન સાથે આઈસરની ટક્કર થતાં વાહનચાલક ફસાઈ ગયો હતો. તેમજ એકાએક આગ ફાટી નીકળતાં ચાલક જીવતો ભુંજાયો છે. અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થયો છે. અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરતા પોલીસ દોડી આવી હતી.

પોલીસ દ્વારા આ ઘટનાની સમગ્ર વિગત મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે તેમજ FSLની ટીમ દ્વારા આઇસર માં આગ કેવી રીતે લાગી તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યો છે. ઉપરાંત, મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃતકની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજૂનાગઢની સબ-રજીસ્ટ્રારની કચેરીમાં 2 દિવસની અંદર 147 દસ્તાવેજ થયા
Next articleભાજપ, કોંગ્રેસ કાર્યકરોનો પથ્થરબાજી મામલો: સેશન્સ કોર્ટે કોંગ્રેસના 5 કાર્યકરોના જામીન નામંજૂર કર્યા