(જી.એન.એસ),તા.૦૨
નવીદિલ્હી
હાલમાં જ થયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદથી પાર્ટીમાં ફેરબદલની વાત થઈ રહી હતી. આ દરમિયાન સમાચાર આવ્યા કે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં શામેલ થઈ શકે છે. પાર્ટી અને તેમની વચ્ચે ઘણા દોરની વાતચીત પણ થઈ પરંતુ સંમતિ થઈ શકી નહિ. ત્યારબાદ પીકેએ એલાન કર્યુ હતુ કે તે કોંગ્રેસમાં નહિ જાય. હવે તેમના એક ટ્વિટે રાજકીય ગલીઓમાં ખળભળાટ મચાવી દીધો છે. પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને લખ્યુ કે લોકતંત્રમાં એક સાર્થક ભાગીદાર બનવા અને જન-સમર્થક નીતિને આકાર આપવામાં મદદ કરવાની મારી ઉતાર-ચડાવભરી યાત્રા રહી છે. હવે મુદ્દાઓ અને જન સુરાજના માર્ગેને સારી રીત સમજવા માટે રિયલ માસ્ટર એટલે કે જનતા પાસે જવાનો સમય આવી ગયો છે. તેમણે અંતમાં લખ્યુ કે આની શરુઆત બિહારથી થશે. ત્યારબાદથી રાજકીય ગલીઓમાં વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.