Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ પ્રયાગરાજમાં સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય નથી, તેમજ તેનું આચમન પણ લઈ...

પ્રયાગરાજમાં સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય નથી, તેમજ તેનું આચમન પણ લઈ શકાય એવું નથી: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને સોંપ્યો રિપોર્ટ

15
0

(જી.એન.એસ) તા. 18

પ્રયાગરાજ/નવી દિલ્હી,

ઉત્તર પ્રદેશના પ્રયાગજ ખાતે સંગમમાં મહાકુંભ નો મેળો યોજાયો છે જેમાં અત્યારસુધીમાં 54 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું છે, ત્યારે હવે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)નાં એક અહેવાલમાં જણાવાયું છે કે બંને નદીનું પાણી સ્નાન કરવા યોગ્ય નથી.

CPCBએ 17 ફેબ્રુઆરીના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ને પોતાનો અહેવાલ સુપરત કર્યો. CPCB એ 9થી 21 જાન્યુઆરી દરમિયાન પ્રયાગરાજમાં અલગ અલગ સ્થળેથી નમૂનાઓ એકઠા કર્યા. હવે તેમની તપાસનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. એમાં પીએચ એટલે પાણી કેટલું એસિડિક અથવા ક્ષારવાળું છે, ફિકલ કોલીઓર્મ, BOD એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, COD એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ડિઝોલ્બડ ઓક્સિજન સામેલ છે.

CPCB દ્વારા જેટલી જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યાં છે એમાંથી મોટા ભાગનામાં ફેકલ કોલીફોર્મ બેક્ટેરિયાની માત્રા વધારે જોવા મળી છે. આ સિવાય 5 અન્ય સ્તરે પણ પાણીની ગુણવત્તા ધોરણ મુજબ છે. તેમજ જિલ્લામાં બધા સેમ્પલ પોઇન્ટ પર ફેકલ કોલીફોર્મ બેક્ટેરિયા નિર્ધારિત ધોરણથી ઉપર નદીના પાણીમાં ફેકલ કોલિફોર્મ નામનો બેક્ટેરિયા જોવા મળે છે. સામાન્ય સ્થિતિમાં એક મિલીલિટર પાણીમાં 100 બેક્ટેરિયા હોવા જોઈએ, પરંતુ અમૃત સ્નાનના એક દિવસ પહેલાં યમુના નદીના નમૂનામાં ફેકલ કોલિફોર્મ 2300 મળી આવ્યું હતું. સંગમની આસપાસની પરિસ્થિતિ વધુ ખરાબ છે સંગમમાંથી લેવામાં આવેલા નમૂનામાં એક મિલી પાણીમાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાની સંખ્યા 100ને બદલે 2000 જોવા મળી. એવી જ રીતે કુલ ફેકલ કોલિફોર્મ 4500 છે. ગંગા પરના શાસ્ત્રી પુલ પરથી લેવામાં આવેલા નમૂનામાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા 3200 અને કુલ ફેકલ કોલિફોર્મ 4700 છે.

સંગમથી દૂરના વિસ્તારમાં બંનેની સંખ્યા ઓછી છે. ફાફામાઉ ક્રોસિંગ નજીકથી લેવામાં આવેલા નમૂનામાં એક મિલીલીટર પાણીમાં 100 ને બદલે 790 ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા હતા. તેવી જ રીતે, રાજાપુર મેહદૌરીમાં એ 930 મળી આવ્યા. ઝુસીમાં છટનાગ ઘાટ અને ADA કોલોની નજીક તેનો જથ્થો 920 મળી આવ્યો હતો.

નૈનીમાં અરૈલ ઘાટ પાસે એ 680 હતા. રાજાપુરમાં એ 940 જોવા મળ્યા. આવી સ્થિતિમાં, સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડનાં ધોરણો અનુસાર, એ C શ્રેણીમાં આવે છે. એવામાં પાણીને પ્યૂરિફિકેશન વિના અને ડિસઇન્ફેક્ટ કર્યા વિના નાહવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય નહીં.

ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાનું વધુપડતું સ્તર રોગોનું કારણ બને છે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગંગા નદી પર સંશોધન કરતા પ્રોફેસર બીડી ત્રિપાઠી કહે છે કે જે પાણીમાં ધોરણ કરતાં વધુ ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા હોય છે એ કોઈપણ ઉપયોગ માટે યોગ્ય રહેશે નહીં. જો આ પાણી શરીરમાં જાય તો એ રોગોનું કારણ બનશે. જો આવા પાણીમાં સ્નાન કરવામાં આવે કે પીવામાં આવે તો એનાથી ચામડીના રોગ થઈ શકે છે.

ગંગા અને યમુનાના પાણીનું 6 પરિમાણ પર પરીક્ષણ કરવામાં આવ્યું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં ગંગા અને યમુના નદીઓના પાણીનું કુલ 6 પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. એમાં પીએચ એટલે પાણી કેટલું. ક્ષારવાળું છે, ફેકલ કોલફોર્મ, BOD એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, COD એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ડિઝોલ્બ્ડ ઓક્સિજન સામેલ છે. આ 6 સ્તરે જેટલી જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યાં છે, તેમાં ફેકલ કોલીઆર્મ બેક્ટેરિયાની માત્રા ધોરણો કરતાં વધુ મળી આવી છે. આ સિવાય અન્ય 5 સ્તરે પાણીની ગુણવત્તા ધોરણ અનુરૂપ છે.

વર્ષ 2019ના કુંભામાં પણ આવી જ સ્થિતિ હતી 2010ના કુંભમાં પણ આવી જ સ્થિતિ હતી. સીપીસીબીના અહેવાલમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે સ્નાનના મુખ્ય દિવસોમાં પણ પાણીની ગુણવત્તા નબળી હતી. વર્ષ 2019ના કુંભમેળા દરમિયાન 13 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું હતું. રિપોર્ટ અનુસાર, કરસર ઘાટ પર BOD અને ફેકલ કોલિફોર્મનું સ્તર સ્વીકાર્ય મર્યાદાથી ઉપર જોવા મળ્યું. મુખ્ય સ્નાન દિવસોમાં, સાંજ કરતાં સવારે BOD સ્તર નોંધપાત્ર રીતે વધારે હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field