Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ પ્રયાગરાજના મહાકુંભમાં ગુજરાતી સાધ્વીનો પટ્ટાભિષેક થયો; સાધ્વી ગીતાદીદી શ્રીપંચાયતી નિર્મલ અખાડાના પ્રથમ...

પ્રયાગરાજના મહાકુંભમાં ગુજરાતી સાધ્વીનો પટ્ટાભિષેક થયો; સાધ્વી ગીતાદીદી શ્રીપંચાયતી નિર્મલ અખાડાના પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા

16
0

(જી.એન.એસ) તા. 27

પ્રયાગરાજ,

ઉત્તરપ્રદેશ ખાતે પ્રયાગરાજના મહાકુંભમાં ગુજરાતી સાધ્વીનો પટ્ટાભિષેક થયો છે. સાધ્વી ગીતાદીદી શ્રીપંચાયતી નિર્મલ અખાડાના પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા છે. તેમણે પોતાની આ ઉપાધિને જીવનની ઐતાહાસિક ક્ષણ ગણાવી છે. હામંડલેશ્વર સાધ્વી ગીતા શ્રીહરિ એ ગુજરાતના પ્રસિદ્ધ કાથાકાર છે. તે દેશ-વિદેશમાં રામાયણ, દેવી ભાગવત, શિવપુરાણ પર કથા કરી ચુક્યા છે.

મહામંડલેશ્વર બનવાની શરતો, સાધુ સંન્યાસ પરંપરાથી હોય તે જરૂરી , મહામંડલેશ્વરને વેદ-પુરાણોનું જ્ઞાન હોવું જરૂરી છે, 13 માન્યતા પ્રાપ્ત અખાડા સાથે જોડાયેલા હોવું જરૂરી છે.વ્યક્તિગત જીવનની તપાસથી અખાડાને સંતોષ હોવો જોઇએ.

સાધ્વી ગીતા શ્રીહરિએ  નાથ પરંપરામાં જૂનાગઢના શ્રીત્રિલોકાનાથજી મહારાજ પાસેથી સન્યાસ લીધો હતો. ગુજરાતના આ ગીતાદીદી લંડનમાં પરમ વિદૂષી તરીકે સન્માનિત થઈ ચુક્યા છે. પણ, સૌથી મહત્વની વાત એ છે કે તે તરછોડાયેલી દીકરીઓને પ્રેમથી ઉછેરે છે. જેના માટે તેમણે એક ટ્રસ્ટ પણ બનાવ્યું છે. સાધ્વી ગીતાદીદીનું કહેવું છે કે 144 વર્ષ બાદ વિશેષ સંયોગ સાથે યોજાયેલા કુંભમાં તેમને મહામંડલેશ્વરનું પદ મળ્યું છે. તે શ્રીપંચાયતી નિર્મલ અખાડાના પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા છે.તે ખરેખર ખૂબ મોટી વાત છે. તે અખાડાના આદેશ મુજબ. તેમની જવાબદારીઓ નિભાવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field