Home દેશ - NATIONAL પ્રમોદ મહારાજ વિષે પ્રફુલ પટેલનું ચોકાવનારું નિવેદન

પ્રમોદ મહારાજ વિષે પ્રફુલ પટેલનું ચોકાવનારું નિવેદન

31
0

(જી.એન.એસ),તા.૦૨

એનસીપીની બેઠક દરમિયાન પ્રફુલ પટેલે મોટો દાવો કર્યો છે. પ્રફુલ પટેલે જણાવ્યુ કે 2004માં પ્રમોદ મહાજનને કારણે ભાજપ અને એનસીપીનું ગઠબંધન થઈ શક્યુ ન હતુ. NCPની બેઠકમાં તેમણે જણાવ્યુ કે 2004માં ભાજપ સાથે ગઠબંધન થવાનુ હતુ. અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણીના કહેવાથી મારા ઘરે બેઠક થઈ. દિલ્હીમાં મારા આવાસ પર બેઠક મળી હતી. પ્રફુલ પટેલે વધુમાં જણાવ્યુ કે ગોપીનાથ મુંડે ખુશ હતા પરંતુ તે સમયે પ્રમોદ મહાજનને લાગ્યુ કે જો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન થયુ તો મારુ મહત્વ ઘટી જશે. કારણ કે પ્રમોદ મહાજન મહારાષ્ટ્રથી દિલ્હીમાં એકમાત્ર નિર્વિવાદી નેતા હતા અને જો શરદ પવાર સાથે ગઠબંધન થતુ તો ભાજપના મોટા નેતા શરદ પવારને વધુ મહત્વ આપવા લાગે. આથી તેમણે આ મીટિંગની જાણકારી બાલા સાહેબ ઠાકેરેને લીક કરી દીધી અને બાલા સાહેબે ઉલ્ટી સીધી નિવેદનબાજી શરૂ કરી અને ગઠબંધન ન થઈ શક્યુ..

પ્રફુલ પટેલે અજિત પવાર જૂથના એનસીપીના કાર્યકર્તાઓના બે દિવસીય સત્રના ઉદ્દઘાટન પ્રસંગે આ વાતો જણાવી. તેમણે એ પણ દાવો કર્યો એ સમયે અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને જસવંતસિંહ સહિતના વરિષ્ઠ નેતાઓ સાથે સહમતી થઈ હતી. તેમણે કહ્યુ ગોપીનાથ મુંડે ગઠબંધનને લઈને ખુશ હતા પરંતુ તેઓ વાતચીતમાં સામેલ ન હતા. મહાજન અમારી સાથએ ગઠબંધન ઈચ્છતા ન હતા. તેમણે વિચાર્યુ કે શરદ પવાર રાષ્ટ્રીય રાજધાનીમાં મોટા નેતા બની શકે છે. આપને જણાવી દઈએ કે પ્રફુલ પટેલના આ નિવેદન પર હજુ સુધી કોઈ મોટા નેતાની પ્રતિક્રિયા સામે નથી આવી. થોડા દિવસ પહેલા પણ એ દાવો કરવામાં આવ્યો હતો કે શરદ પવાર સાથે જતા રહેશુ. ત્યારે મહારાષ્ટ્રની રાજનીતિમાં બધુ બરાબર ન હોવાના સંકેત મળી રહ્યા છે અને અજીત પવાર જૂથના પ્રફુલ પટેલનુ આ નિવેદન ઘણુ સૂચક ગણાઈ રહ્યુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field