Home ગુજરાત પ્રભુ સોલંકી વડોદરામાં જાહેરમાં ફરતો હોવાની જાણકારી મળતાં બાપોદ પોલીસે તપાસ હાથ...

પ્રભુ સોલંકી વડોદરામાં જાહેરમાં ફરતો હોવાની જાણકારી મળતાં બાપોદ પોલીસે તપાસ હાથ ધરી

34
0

નકલી સોનાનો સોદાગર અને અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલો પ્રભુ સોલંકી વડોદરામાં જાહેરમાં ફરતો હોવાની જાણકારી મળતાં બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે. તેના છુપાવાનાં સંભવિત સ્થાનો પર તપાસ હાથ ધરાઈ છે. વડોદરા, સુરત સહિત અન્ય અદાલતોમાંથી અનેક વોરંટની બજવણી માટે સ્થાનિક પોલીસ તેના નિવાસ સ્થાને જાય છે ત્યારે હાજર ન હોવાથી વોરંટ પરત મોકલાય છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પણ કર્યું હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસ ચોંકી ઊઠી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર કે મધ્ય પ્રદેશ જઈ મકાનના ખોદકામ દરમિયાન સોનું મળ્યું હોવાનું જણાવી અસલી સોનું બતાવી માલેતુજારો પાસેથી મોટી રકમ પડાવી નકલી સોનું પધરાવી દેવાના અનેક ગુનામાં પ્રભુ સોલંકી, તેના ભાઈ ભીમા સોલંકી ઉપરાંત ભત્રીજા રાહુલની સંડોવણી બહાર આવી હતી.

છેતરપિંડી થકી કમાયેલા કરોડો રૂપિયાથી રાજકારણમાં પણ પ્રભુ સોલંકીએ પ્રવેશ કર્યો હતો અને પોતે પાલિકાની ચૂંટણી હારી ગયો હતો. બાદમાં શહેર કોંગ્રેસનો ઉપપ્રમુખ બન્યો હતો. બીજી તરફ ગુનામાં સંડોવણી બહાર આવતાં પાલિકાની ગત ચૂંટણીમાં પત્નીને લડાવી હતી અને લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ હારી ગઈ હતી. બીજી તરફ મહારાષ્ટ્રના અલીબાગ પોલીસના હાથે ઝડપાયા બાદ ભાગી ગયેલો પ્રભુ સોલંકી હાલમાં જેલમાંથી છૂટી વડોદરામાં ફરી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ફોટા મૂકી પોલીસને પડકાર ફેંકી રહ્યો છે.

તેણે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ પોલીસ તેની નોંધ લીધી છે. કારણ કે અગાઉ બાપોદ પોલીસ મથકે પ્રભુ સોલંકીનાં જુદી જુદી કોર્ટનાં વોરંટ આવ્યાં હતાં, પરંતુ આજવા રોડ પરના નિવાસ સ્થાને તે મળ્યો ન હતો. પરિણામે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

અનેક વોરંટ હોવા છતાં અદાલતમાં હાજર નહિ થનાર પ્રભુ સોલંકી 2 પત્ની ધરાવતો હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર અલગ-અલગ પત્નીઓ સાથે ફોટા મૂકવા 2 એકાઉન્ટ રાખ્યાં છે. તેની ઉપર હાલના ફોટા અપલોડ કરવામાં આવતાં પોલીસને પ્રભુ વડોદરામાં હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગીતાબા જાડેજાએ આશાપુરા મંદિર અને BAPS અક્ષર મંદિર ખાતે દર્શન કર્યા
Next articleટ્રકના પાછળના ભાગે રીક્ષા અથડાઈ, 2 લોકોને ઇજા, 108 મદદથી સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ