Home મનોરંજન - Entertainment પ્રભાસ અને શ્રૃતિ હાસને સાલાર ફિલ્મ માટે મસમોટી ફી વસુલી

પ્રભાસ અને શ્રૃતિ હાસને સાલાર ફિલ્મ માટે મસમોટી ફી વસુલી

37
0

(GNS),08

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને શ્રુતિ હાસનની અપકમિંગ ફિલ્મ સાલારને લઈ ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મે કરોડોના ખર્ચે બનનારી ફિલ્મ બની છે. સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મ સાલારની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર સાલાર માટે પ્રભાસે 100 કરોડની ફી લીધી છે અને ફિલ્મના પ્રોફિટનો 10 ટકા ભાગ પણ લીધો છે..

સાલાર ફિલ્મ જોવા મળનારી કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસને આ ફિલ્મ માટે 8 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. શ્રુતિ આ ફિલ્મમાં લીડ અભિનેત્રી તરીકે જોવા મળશે. પૃથ્વીરાજ સુકુરમાનનું ફિલ્મનું પાત્ર વર્ધારાજ મન્નાર છે. તેનો લુક અલગ જ છે. ગળામાં ભારે ભરખમ ચોકર પહેર્યો છે. પૃથ્વીરાજનો લુક ડરાવી દેનાર છે. આ ફિલ્મ માટે પૃથ્વીરાજે 4 કરોડ રુપિયાની ફી લીધી છે..

જગપતિ બાબુ સાઉથ ઈન્ડિયન સિનેમામાં એક મોટું નામ છે. તેમણે અનેક ફિલ્મોમાં શાનદાર રોલ પ્લે કર્યો છે. ફિલ્મ સાલાર માટે તેમણે કરોડો રુપિયા મળ્યા છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે પ્રશાંત નીલે ફિલ્મ ‘KGF’ પછી પોતાની ફી વધારી દીધી છે. પ્રશાંતે ‘KGF’ માટે લગભગ 25 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ‘KGF’ ડિરેક્ટરે આ ફિલ્મ માટે 50 કરોડ રૂપિયાની ફી લીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field