Home ગુજરાત પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયએ મોરબીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયએ મોરબીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

18
0

(જી.એન.એસ) તા. 28

મોરબી,

છેલ્લા ત્રણ દિવસમાં મોરબી જિલ્લાને પણ મેઘરાજાએ ઘમરોળ્યુ છે અને અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. હાલમાં વરસાદ અટક્યો છે પણ સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. ત્યારે રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ માળીયાના હરિપર ગામની મુલાકાત કરી છે.

પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા ટ્રેકટર પર બેસીને ધારાસભ્ય સાથે હરિપર ગામની મુલાકાત કરી છે. તમને જણાવી દઈએ કે હરિપર ગામમાં બે દિવસથી મચ્છુના પાણી ઘુસી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ત્યારે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગામની મુલાકાત લઈને નુકસાનીની સમીક્ષા કરી છે અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. મોરબીના હળવદના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને CM રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે, આ જાહેરાત મોરબીના પ્રભારી અને મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ કરી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ઢવાણા ગામમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતા 17 જેટલા લોકો વરસાદી પાણીમાં તણાઈ ગયા હતા, જેમાં 9 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleRSS વડા મોહન ભાગવતની સુરક્ષા વધુ મજબૂત કરી દેવામાં આવી; ઝેડ પ્લસથી વધારીને એએસએલ કરી દેવામાં આવી
Next articleતારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોને છોડી રહ્યા છે આત્મારામ તુકારામ ભિડે?