Home ગુજરાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફીનટેક લીડરશીપ ફોરમમાં ભાગ...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફીનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લીધો: ગિફ્ટ સિટીમાં રોકાણ માટે ઉદ્યોગપતિઓને આપ્યું આમંત્રણ

29
0

26 જેટલી ગ્લોબલ કંપનીઓના ચેરમેન-સીઈઓએ ફોરમમાં ભારતને ફિનટેક સિટી બનાવવા માટે પોતાના મંતવ્યો રજૂ કર્યા

ગિફ્ટ સિટીથી પ્રભાવિત ઉદ્યોગપતિઓએ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા માટે તૈયારી દર્શાવી

(જી.એન.એસ),તા.૧૧
ગાંધીનગર,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ભાગરૂપે 10 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લીધો હતો. આ ફોરમમાં શ્રી મુકેશ અંબાણી, શ્રી સંજય મલ્હોત્રા, શ્રી લક્ષ્મી મિત્તલ સહિત વિશ્વની 26 અગ્રણી ફીનટેક કંપનીઓના ચેરમેન તેમજ સીઈઓએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિનટેક કંપનીના પ્રમુખો પાસેથી ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સીટી બનાવવા માટે તેમજ ભારતને ટોપ ક્લાસ ફિનટેક કન્ટ્રી તરીકે વિકસિત કરવા માટે સૂચનો મેળવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીશ્રીએ આ ફોરમમાં ભાગ લેવા માટે બે કલાકનો સમય ફાળવ્યો હતો પરંતુ તેઓએ લગભગ ત્રણ કલાક સુધી તમામ ઉદ્યોગપતિઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. આ ફોરમમાં ભાગ લેવા આવેલા કેટલાક ઉદ્યોગપતિ; પ્રથમ વખત જ ગિફ્ટ સિટીની મુલાકાતે આવ્યા હતા પરંતુ ગિફ્ટ સિટીની મુલાકાત બાદ તેઓ ગિફ્ટ સિટીથી ખૂબ પ્રભાવિત થયા હતા અને ગિફ્ટ સિટી ખાતે પોતાનું ઓપરેશન શરૂ કરવા માટે તૈયારી દર્શાવી હતી.
કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને તમામ ઉદ્યોગપતિઓના સુચનોનો સારાંશ રજૂ કર્યો હતો તેમજ ભારતને ફિનટેક સિટી તરીકે વિકસિત કરવાના પ્રધાનમંત્રીશ્રીના વિઝનને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ડિજિટલ અર્થતંત્ર સંબંધિત નવીન ઉકેલોની ચર્ચા કરવા માટે નાણા અને ટેક્નોલોજી ક્ષેત્રના ટોપ ઉદ્યોગપતિઓનો આ એક મહાન મેળાવડો છે. ફિનટેક આપણા વિશ્વને કેવી રીતે આકાર આપી રહ્યું છે તે જોવાનું ખરેખર રોમાંચક છે.
તેમણે ભારતને ફાઇનાન્સિયલ ક્ષેત્રે વિશ્વમાં અગ્રણી રાજ્ય બનાવવા માટેના વિઝનને ધ્યાનમાં રાખીને ગિફ્ટ સિટી ખાતે રોકાણ કરવા માટે ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર તેમજ ગિફ્ટ સિટીના ચેરમેન શ્રી હસમુખ અઢિયાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તેમજ નાણામંત્રી શ્રીમતિ નિર્મલા સીતારામનનો ગિફ્ટ સિટીના વિકાસની સતત ચિંતા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમના આયોજન માટેના હેતુથી ઉદ્યોગપતિઓને માહિતગાર કર્યા હતા. આ ફિનટેક લીડરશીપ ફોરમનું સંચાલન અગ્રણી ઉદ્યોગપતિ ઉદય કોટક દ્વારા કરવામાં આવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’ ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે “નોલેજ ઇકોનોમિ અને સ્ટાર્ટઅપ” થીમ આધારિત પેવેલિયન લીધી મુલાકાત
Next articleનિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!